તાપી: આજ રોજ તારીખ ૫ ઓક્ટોમ્બરે International Indigenous Unity Flag ના ભારતના ચીફ ઓર્ગેનાઇઝર એડવોકેટ જીમ્મી પટેલ દ્વારા નર્મદા સરોવરના અસરગ્રસ્તો માટે તાપી જિલ્લા માંથી ભેગું કરાયેલ અનાજની આશરે 150 જેટલી કિટો અને કપડાંઓને અસરગ્રસ્તો સુધી પહોંચાડવા વ્યારાથી સામાજિક કાર્યકર્તા ભુપેન્દ્ર વસાવાની ટીમને લીલી ઝંડી અપાઈ.

ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં સરદાર સરોવરમાં વધુ પડતા વરસાદી પાણી ની આવકથી સરદાર સરોવર વિસ્તારના અસંખ્ય ગામડાઓ પાણી માં ડૂબી ગયા હતા. તેમજ જ્યારે તેમાંથી પાણી છોડવામાં આવ્યું ત્યારે અંકલેશ્વર, બોરભાઠા જેવા નર્મદા નદીના કિનારે આવેલ ગામો માં પાણી ભરાઈ ગયા હતા. જેના પરિણામે હજારો લોકો બેઘર અને તેમના પશુ પક્ષીઓ ખેતરો મિલકતો વગેરે પાણીમાં ડૂબી જવાથી ઘણું નુકશાન થયેલ હતું.જે નુકશાની હજુ સુધી ભરપાઇ થઈ નથી.
જેને પગલે આ અસરગ્રસ્ત લોકો માટે International Indigenous Unity Flag Team દ્વારા કેમ્પઈન કરી જુના કપડાં અને અનાજ ભેગું કરવાની મુહિમ ચલાવાય હતી. જેમાં આનાજ ની 150 જેટલી કિટો બનાવાઈ હતી અને જૂના કાપડાઓ ભેગા કરવામાં આવ્યા હતા. આ મુહિમ માં ઉચ્છલ તાલુકા માથી આદિવાસી સમાજના કાર્યકર્તા ભુપેન્દ્રભાઈ વસાવા, સંદીપભાઈ વળવી, મીરકોટ થી અલ્પેશભાઈ, બુહારી થી બંટીભાઈ ઢોડીયા, નિઝરથી સાગરભાઈ વસાવા, સોનગઢ થી વગેરેનાઓ ની ટિમો જોડાય હતી. આ ભેગું કરવામાં આવેલ અનાજ ની કિટો સરદાર સરોવર નજીકના અસરગ્રસ્ત કેવડીયા, અકતેશ્વર, સંજરોલી ગામોમાં ર્ડો પ્રફુલભાઈ વસાવાની આગેવાનીમાં વિતરણ કરવામાં આવ્યું.

International Indigenous Unity Flag Team દ્વારા જણાવવામાં આવ્યું છે કે આદિવાસી સમાજમાં એક બીજા ને મદદરૂપ થવાની પ્રથાને પરિણામે આજ સુધી આદિવાસી સમાજ પોતાનું અસ્તિત્વ કાયમ રાખવામાં સક્ષમ બન્યો છે. આવનારા સમય માં પણ આવી પરિસ્થિતિઓ સર્જાય તો આજ રીત મુજબ આદિવાસી સમાજ એક બીજાની મદદ કરી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે.