ડાંગ: ગતરોજ ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન & ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ આરોગ્ય વિભાગ, આઈ. સી. ડી. એસ. વિભાગ સાથે સહભાગિતા, સંકલન સાથે ” આરોગ્ય ” કાર્યક્રમ દ્વારા આહવા તાલુકાના  ( બોરખલ, ટેમરૂનઘર્તા, ગાયખાસન, ટાંકલીપાડા, વિહિરઆંબા અને ઉમરપાડા) ગામોમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આહવા તાલુકાના 6 ગામોમાં પોષણ માસ દરમિયાન પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. આ પોષણ માસ દરમિયાન ચેતના ટીમ દ્વારા પોષણ અને તેનુ મહત્વ વિષય પર રોલ પ્લે દ્વાર પોષણની સમજ, સ્તનપાનનુ મહાત્વ, ઉપરી આહાર વિશે સમજ, સ્વછતા હાથ ધોવાની સાચી પધ્ધતિ અને વધુ પોષણયુક્ત વાનગી કેવી રીતે બનાવી શકાય જે વાનગીઓ બનાવી ને સમજ આપવામાં આવી હતી તેમજ તેમાથી મળતા પોષકતત્વની સમજ આપી. સરકાર દ્ધારા બાળકોના સર્વાંગી વિકાસ ને ધ્યાનમાં રાખી ને વિવિધ થીમ આધારિત કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષેની થીમ “સુપોષિત- સાક્ષર સશક્ત ભારત” ને ધ્યાનમાં રાખી ઉજવણી કરવામાં આવી હતી.

આ પોષણ માસ દરમિયાન LTPCT માંથી ડૉ. રજનીશ સર અને બ્લોશમ અને શ્રદ્ધાબેન ચેતનામાંથી તેમજ મુખ્ય સેવિકા મંજુલાબેન, આગંવાડી કાર્યકર હેલ્પર, આશા, ગામના આગેવાનો, લાભાર્થીઓ હાજર રહ્યા હતા.