નર્મદા: સરદાર સરોવર નર્મદા બંધમાંથી અચાનક છોડાયેલા પાણીના લીધે નદી કાંઠા વિસ્તારના નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના કેટલાંક ગામોના લોકોના જનજીવન પૂરના પાણીના લીધે પ્રભાવિત થયા હતા.જેની મુલાકાત લઇ ચૈતર વસાવા પીડિતોને પડખે ઉભો રેહ્વાનો પ્રયાસ કરી રહ્યો છે.

ઘણાં ગામોમાંથી પુરના પાણી તો ઓસરી ગયા છે પણ આ પાણીના લીધે ઘરો, અને ખેતરોમાં ઉભા પાકના થયેલા નુકશાનને કારણે લોકો માથે હાથ દઈને બેઠા છે. અમુક ગમનના લોકોનું તો સર્વસ્વ લુટાઈ ગયું છે સવાર અને સાંજના પોતાનું અને પરિવારનું પેટ ભરવાના પણ ફાંફા પડી રહ્યા છે ત્યારે ચૈતર વસાવા અને તેમની ટીમ સતત પાંચેક દિવસથી આ લોકો સુધી અનાજની કીટ પોહ્ચાડીને તેમના દુઃખમાં સહભાગી બની રહ્યા છે.

લોકોના નુકશાની સામે ગુજરાત સરકારે ખેડૂતોને સહાય આપવાનું એલાન કર્યું છે પણ આ રાહત પેકેજ પણ સ્થાનિક સ્તરે વસેલા અને જેઓ પૂરમાં પોતાની ઘરવખરી પણ ગુમાવી ચુકેલા આદિવાસી ખેડૂતો પરિવારોની મજાક ઉડાવી હોય તેમ લાગે છે. સરકારે રાહત પેકેજ એને જ આપશે જેનું 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે હવે નાના અને મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારો શું કરશે એ પણ એક મોટો સવાલ છે.