પ્રતીકાત્મક તસ્વીર

નર્મદા: સરદાર સરોવર માંથી ૧૮ ક્યુસેક પાણી છોડતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, ગરુડેશ્વર થી ભરૂચ સુધીના વિસ્તારના કાંઠાના ગામડાઓમાં પાણી ભરાયાં હતાં. ગામડાઓ ડૂબી જતાં, ઘર વખરી, ખેતી, પાલતુ પાશુઓના મૃત્યુ સહિતનો સામાન ડૂબી ગયો હતો અને લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ગરુડેશ્વર તાલુકાના નદી કાંઠાના ઘણા ગામડાઓ પણ પાણીમાં ડૂબી ગયા હતા, જેથી સરકાર દ્વારા રાહત માટે કેશ ડોલ્સની મદદ કરવામાં આવી રહી છે.

ત્યારે જૂનું ગામ અક્તેશ્વર બેટમાં ફેરવાઇ ગયું હતું, ત્યાંના રહીશોનો આક્ષેપ છે કે, કેટલાક પરિવારોને કેશ ડોલ્સ આપવામાં આવ્યું. જેમાં વ્યક્તિ દીઠ ૩૦૦ રૂપિયા મદદ મળી છે, પરંતુ સરપંચ દ્વારા આફતમાં અવસર શોધીને સિલેક્ટ કરીને યાદી બનાવી જેમાં જરૂરિયાત ધરાવતા કેટલાક લોકોને તલાટી અને સરપંચ દ્વારા ભેદભાવ દાખવી, કેશ ડોલ્સની મદદ આપવામાં નથી આવી. જેથી લોકો નારાજ થાય છે અને ફરિયાદ ઉઠી છે.

લોકોનું કહેવું છે કે, ગામમાં પક્ષપાતનો વ્યવહાર કરી સરપંચ દ્વારા અમુક નામ નક્કી કરી યાદી બનાવી હતી, જેમણે ચૂંટણીમાં તેઓની મદદ મળી છે, અને જેઓ એમના સાથે ન હતા એવા લોકોના નામ ન આવતા લોકો ગુસ્સે છે. લોકોનું કહેવું છે કે, આફત સમયે પણ ભેદભવા કર્યો છે, કુદરત માફ નહિ કરે દુઃખના સમયે રાજકારણ ન હોઈ જેમને મદદની જરૂર હોય તેમને મદદ કરવી જોઈએ.

તલાટી અને સરપંચ આ રીતે ભેદભાવ પૂર્વક વર્તન ન કરી શકે, ઊંચ અધિકારીઓ તપાસ કરી જરૂરિયાત ધરાવતા લોકોને મદદ મળે અને આવું અમાનવીય વર્તન કરનાર તલાટી અને સરપંચ ઉપર શિક્ષાત્મક પગલા ભરવામાં આવે એવી ગામલોકોની માગ ઉઠી છે.

કેટલાક લોકોનું કહેવું છે કે, અમારું જૂનું ગામ અક્તેશ્વર બેટમાં ફેરવાઈ ગયું હતું. પરંતુ તલાટી અને સરપંચ દ્વારા આ ભેદભાવ કરી, જે વિધવા પરિવારમાં કોઈ કમાનાર વ્યક્તિ નથી, તેવા પરિવારને પણ આ મદદથી દૂર રાખ્યા, આ કેટલું યોગ્ય, આ એક તપાસનો વિષય છે. વહીવટી તંત્ર શિક્ષાત્મક પગલ ભરે એવી માગ ઊઠી છે.
હવે જોવાનું એ રહ્યું. વહીવટી તંત્ર અમાનવીય વ્યવહાર કરના તલાટી- સરપંચ ઉપર કાર્યવાહી કરશે કે નહિ.??