સુરત: ગતરોજ દીપદર્શન વિદ્યા સંકુલ દ્વારા “મીડિયા લિટરસી” જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 11 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તમામ વિદ્યાર્થીઓને મીડિયા સાક્ષરતા વિષય પર જાગૃતિ પુરી પાડી હતી.
Decision Newsને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ગતરોજ દીપદર્શન વિદ્યા સંકુલ દ્વારા “મીડિયા લિટરસી” જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હુમાનિટીસ ડીપાર્ટમેન્ટના કમલ સરે વિદ્યાર્થીઓએ કહ્યું કે અત્યારે દરેકના હાથમાં મોબાઈલ છે. જેના કારણે કોઈપણ સ્ત્રોત વિના માહિતીનો અવિરત પ્રવાહ રહે છે. જેના કારણે ખોટી માહિતી અને ગેરમાર્ગે દોરનારી માહિતી વધી રહી છે. તેથી જ આજના સમયમાં મીડિયા સાક્ષરતા હોવી ખૂબ જ જરૂરી છે. અને નકલી સમાચારની માહિતી કેવી રીતે ઓળખવી અને ઇમેજ અને વિડિયોનું ક્રોસ ચેક કેવી રીતે કરવું તે વિદ્યાર્થીઓએ શીખવામાં આવ્યું હતું. અને તમામ વિદ્યાર્થીઓને મીડિયા સાક્ષરતા વિષય પર જાગૃતિ પુરી પાડી હતી.
આ પ્રસગે ઉકા તરસાડિયા યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર, અને હુમાનિટીસ ડીપાર્ટમેન્ટનો સ્ટાફ ઉપસ્થિત રહીને કાર્યક્રમને રસપૂર્ણ બનાવ્યો હતો.

