વ્યારા: આજરોજ તાપીના ઉચ્છલ તાલુકાના રૂમકિતલાવ થી ઉચ્છલ અને ઉચ્છલ થી ફૂલઉમરાણની સ્પેશિયલ બસ મૂકવા માટે દેવમોગરા કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને NSUI દ્વારા ઉચ્છલ મામલતદારને રજુવાત કરવામાં આવી હતી.
જુઓ વીડિઓ…
DECISION NEWS સાથે વાત કરતા કોલેજના વિદ્યાર્થીઓ જણાવ્યું કે આશરે 200 થી વધારે પાસ હોલ્ડર હોવા છતા સ્પેશિયલ બસ ફાળવવામાં આવતી નથી. જો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓની માંગણીઓની સ્વીકારવામાં ન આવે તો વિદ્યાર્થિઓ દ્વારા બસ રોકો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી. ઉચ્છલ મામલતદારને રજુવાત કરતી વખતે NSUI વતી અંકુર વસાવા, જગદીશ ગામીત, વિશાલ ગામીત, દર્શના વસાવા અને કોલેજના વિદ્યાર્થી મોટી સંખ્યામાં હાજર રહ્યા વાત કરતાં ગામ લોકો જણાવે છે.

