ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડેડીયાપાડા તાલુકામાં આવેલ કુંભખાડી ગામને તાલુકા મથકે જોડતા રસ્તામાં આવતો પુલ ભારે વરસાદ ને પગલે તૂટી જતા હાલ વાહનવ્યવહાર બંધ થયો છે.

જુઓ વિડીયો…

Deacision News સાથ વાત કરતાં ગામ લોકો જણાવે છે કે લો લેવલ પુલ હોવાને કારણે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પુલ ઉપર થી નદીનું પાણી જાય છે અને પુલ તૂટી જાય છે. માર્ગ મકાન વિભાગ દ્વારા ફક્ત માટીનું પુરાણ કરી દેવાય છે જેને કારણે દર વર્ષે સમસ્યા હતી ત્યાં ની ત્યાં જ રહે છે. છેલ્લા ત્રણ દિવસથી પુલ તૂટી જતા હાલ ગામ લોકોને તાલુકા મથકે જવા માટે 7 કિમીનો ફેરો કરવો પડે છે. શાળા- કોલેજ જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ તાલુકા મથકે પોતાના કામો માટે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામ લોકોને માંગણી છે જે કે આ પુલ નવો ઊંચો બનાવવામાં આવે.