દેડીયાપાડા: ગતરોજ પ્રધાનમંત્રીના 73માં જન્મદિવસની દેશભરમાં તેમના ચાહકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. અને લોકો દ્વારા જન્મદિવસ નિમિત્તે જુદા જુદા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દેડીયાપાડામાં ભાજપ સંગઠન દ્ધારા દેડીયાપાડાની સિવીલ હોસ્પિટલમાં દર્દીઓને બિસ્કીટઅને ફ્રૂટ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે દેડીયાપાડા સિવીલ હોસ્પિટલમાં દેડીયાપાડામાં ભાજપ સંગઠન દ્ધારા દેડીયાપાડાની સિવીલ હોસ્પિટલમાં દર્દીઓને બિસ્કીટ અને ફ્રૂટ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં માજી વનમંત્રી શ્રી મોતીલાલ વસાવા, પ્રદેશ એસ ટી મોરચાના ઉપ પ્રમુખ શંકરભાઈ, જીલ્લાના માહામંત્રી રમેશભાઈ, જીલ્લા સંગઠનના ઉપ પ્રમુખ રણજીતભાઇ, ટેલર મંડલ પ્રમુખ ઈશ્વરભાઈ, માહામંત્રી ધરમસીગભાઈ, જીલ્લા પંચાયતના સભ્ય મનસુખભાઈ, ખાનસીગભાઈ તા.પં.પ્રમુખ સંજયભાઈ, માજી‌ જીલ્લા પંચાયતના સભ્ય ફતેસીગભાઈ, અક્ષયભાઇ, યતીનભાઈ, પ્રદિપભાઇ, રાયજીભાઈ, પ્રતાપભાઈ અને મોટીસંખ્યામાં કાયૅકર હાજર રહ્યા હતા.