કપરાડા: ગતરોજ કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘએ શિક્ષકોનાં પડતર પ્રશ્નો બાબતે નાનાપોંઢા ખાતે ‘સરકાર જગાડો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંઘ દ્વારા મીણબત્તી પ્રગટાવી અને થાળી વગાડી સરકાર જગાડો કાર્યક્રમ યોજવામાં આવ્યો

Decision News ને અલેલી માહિતી મુજબ કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નાનાપોંઢા ખાતે ‘સરકાર જગાડો કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. 2022 માં જૂની પેન્શન યોજનાનાં પુનઃ સ્થાપન માટે થયેલા વિવિધ આંદોલનો બાદ સરકાર સાથે થયેલા સમાધાન મુજબ સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ તમામ માંગણીઓ હજી સુધી 100% અમલ થયેલ નથી. જે બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ ન આવતાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકના આદેશથી અને વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણના માર્ગદર્શન હેઠળ કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે લગભગ 150 થી વધુ શિક્ષકો ભેગા થયા હતા અને જૂની પેન્શન યોજનાના સ્થાપન માટે સૂત્રોચાર સાથે મીણબત્તી પ્રચલિત કરી થાળી વગાડી સરકારશ્રીને જગાડવા માટે સૌ સારસ્વત ભાઈઓ અને બહેનોએ સંગઠન શક્તિ વડે આહવાન કર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષકના પ્રમુખ શ્રી બીપીનભાઈ પટેલે જૂની પેન્શન યોજના અંગે શિક્ષકોને સાથે રહી લડત લડવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મહામંત્રીશ્રી મિતેશભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રી અજયભાઈ પટેલ, સહમંત્રીશ્રી દિનેશભાઈ ગાંવિતે શિક્ષકોનો ઉત્સાહ વધાર્યું હતું. અંતે ખજાનચી શ્રી કિરણભાઈ ભરસટે સંઘટીત શક્તિનો આભાર માન્યો હતો અને આવનારી તમામ લડતો માટે સાથે રહીને લડવાની અપીલ કરી હતી.