ડોલવણ: તાપીના ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાંથી 23 વર્ષીય યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેનો ભેદ ઉકેલાયો છે અને પોલીસે મૃતકના સાવકાભાઈ સહિત અન્ય શખ્સોની અટકાયત કરી હતી.

DECISION NEWSને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કરંજખેડ ગામે રહેતા 23 વર્ષીય યુવક સંપત કોંકણીનો હત્યા કરાયેલી હાલતમાં પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક સંપતના પિતા આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને કોરોના કાળ દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. સરકારના નીતિ નિયમો મુજબ પરિવારને આર્થિક સહાય પણ મળી હતી. જે નાણાંની વહેચણી બાબતે તેના સાવકાભાઈ સાથે સામાન્ય ઝગડો ચાલ્યા કરતો હતો.

પોતાના જ સાવકાભાઈની પૈસા માટે હત્યા કરવાનું કાવતરું રચ્યા બાદ સાવકાભાઈ સંદીપ કોંકણીએ મૃતક સંપતના બાળકો બીમાર રહેતા હોઈ જેઓ સાજા થઈ જશે. એ માટે જંગલ વિસ્તારમાં જઈ વિધિ કરવાની લાલચ આપી હતી. બાદમાં સાવકાભાઈએ વિધિ કરવાના બહાને જંગલ વિસ્તારમાં લઇ જઇ, ત્યાં અન્ય અજાણીય શખ્સોએ બંદૂક વડે મૃતકને ગોળી હોવાનું બહાર આવ્યું હતું. આ હત્યારો સાવકાભાઈએ સાથી આરોપીઓને રૂ. 3 લાખમાં સોપારી આપી હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે.