કપરાડા: આજે વિકાસ સંદર્ભે સરકાર, વહીવટી તંત્ર ભલે ગામડાને શહેર સુધી સાંકળી લેવાની વાતો, ડિજિટલ યુગની વાતો થતી હોય પરંતુ હાલે પણ કપરાડા તાલુકાના કેટલાક એવા ગામો છે. જ્યાં પ્રાથમિક સુવિધાઓ જ ઉપલબ્ધ નથી. તો આજે પણ એવા વિસ્તારોમાં આઝાદીના દિવસો ક્યાં ફળીભૂત થયા છે. આજે આઝાદીના વર્ષો પછી પણ અહીં રસ્તાનું નામો નિશાન નથી.

DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર કેતકી ગામ સ્થિત ખોરી ફળિયામાં 2 કિલોમીટરનો માર્ગ આજે પણ બન્યો નથી જ્યાં 78 ઘર પરિવાર અને 500 થી વધુ વસ્તી ધરાવતું ફળિયું છે. આજે આ ફળિયાના લોકો ચોમાસામાં ખૂબ જ કફોડી હાલત ભોગવે છે. મેટલ કામ કરેલ રસ્તા પર કાદવ કીચડ ઉભરાય છે. વાહન તો ઠીક પરંતુ બાઇક ચલાવવું મુશ્કેલ બને છે. રોજગારી માટે જતા આવતા લોકો માટે ખૂબ જ મુશ્કેલી સર્જાય છે. આ ફળિયાના કેટલાક લોકો મજૂરી કામ અર્થે સેલવાસ, વાપી, દમણ, વલસાડ જેવા વિસ્તારોમાં જતા હોવાથી રસ્તાના અભાવના કારણે તેઓની રોજીરોટી પણ છીનવાય છે. સાથે બહાર નીકળવા માટે પગપાળા ચાલીને જવા માટે પણ આ રસ્તો મુશ્કેલ બને છે. ત્યારે તેઓ વહીવટી તંત્ર સામે અનેક ફરિયાદો ઠાલવી રહ્યા છે. ભારે વરસાદ આવવાના કારણે આ માર્ગ સતત ધોવાણ થાય છે. જેના કારણે ગટરોની, ખાડાની સ્થિતિ સર્જાય છે. અને કાદવ કિચડ પણ એટલો જ થતો હોવાના કારણે બાઈક પણ ચાલી શકતી નથી. જેના કારણે મજૂરી કામ અર્થે જતા લોકોના છૂટકે મજૂરી છીનવાઈ જવાની હોવા છતાં પણ તેઓ મજૂરીએ નિયમિત સમયે જઈ શકતા નથી.

ગામના સ્થાનિક લોકો જણાવે છે કે આ તો થઈ મજૂરીની વાત પરંતુ આ ગામમાં રસ્તા વગર એટલી બધી મુશ્કેલીઓ સર્જાય છે કે બીમાર માણસને 108 સુધી પહોંચાડવા માટે ઝોળી બાંધીને લઈ જવાની પરિસ્થિતિ ઉભી થાય છે .સાથે ગર્ભવતી મહિલાને પણ જોડી બાંધીને 108 સુધી પહોંચાવા માટે ઝોળી બાંધીને લઈ જવું પડે છે. આવી ઘટનાઓ તો કંઈ કેટલી બની છે. કારણ કે આ ફળિયામાં બે કિલોમીટરના અંતર સુધી 108 આવી શકતી નથી 108 નહીં આવવાનું કારણ પણ એ જ કે આ માર્ગ વાહન ચાલક માટે યોગ્ય જ નથી. જેથી આ રસ્તો ક્યારે બનશે એની પણ માંગ કરી રહ્યા છે વધુમાં તેઓ જણાવે છે કે જો આ વખતે આ રસ્તો નહીં બનાવવામાં આવે તો આવનારી લોકસભાની ચૂંટણીનો બરખાસ્ત કરવાની પણ એ લોકો ચીમકી વિચારી રહ્યા છે તેઓ જણાવે છે કે આ વખતે આ ફળિયાના તમામ મતદારો ,જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી મતદાન ન કરવાની ચિમકી આપી છે. આ રસ્તા બાબતે વહીવટી તંત્રને અનેકોવાર રજૂઆતો કરવામાં આવે છે પરંતુ કોઈ બેલી થતું નથી. સાથે મહિલાઓ પણ સાથે રહીને એટલો જ ઉગ્રરોસ ઠાલવ્યો છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં મત પેટીઓ માત્રને માત્ર ખાલી જશે અને જો ખાલી ન જવા દેવી હોય તો આ રસ્તો બનાવવા માટેની ખાતરી આપે અથવા તે પૂર્વે રસ્તો બનાવી આપે એવી લોકોની માંગ ઉઠી છે.