નવસારી: શ્રી દિ.વિ.કે મંડળ સંચાલિત શ્રી જે.એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દિગેન્દ્રનગરના ઉત્સાહી, વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા હમેંશા તત્પર આચાર્યશ્રી હર્ષદસિંહ પરમાર સાહેબના નેતૃત્વમાં શાળાના વ્યાયામ શિક્ષકશ્રી રાજેશકુમાર આહિર અને શ્રી પ્રકાશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ શાળાકીય રમતોત્સવ (SGFI)ની વિવિધ રમતોમાં તાલુકા કક્ષાએ વિજેતા થઈ જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ લીધો હતો.

DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ એથલેટીક્સમાં અન્ડર ૧૭ની ૩૦૦૦મી અને ૫૦૦૦મી. દોડમાં પ્રથમ ક્રમ અંકુરકુમાર અને ૫૦૦૦મી. ની દોડમાં પ્રતિક પ્રથમ ક્રમ, ખો-ખોમાં અન્ડર ૧૪ માં પ્રજ્ઞેશ,હર્ષિલ,જાનવી,હિરલ અને અન્ડર ૧૭ માં પ્રથમ ક્રમે સ્વાતિ,દિવ્યા અને રિયા અને ચેસમાં હેની, કબડ્ડીમાં અન્ડર ૧૪ માં પ્રથમ ક્રમે નેહા અને પિનલ અને અન્ડર ૧૯માં રિયા અને હેની પ્રથમ ક્રમે વિજેતા થાય હતા. અને શાળાનું નામ રોશન કર્યું હતું. હવે દિગેન્દ્રનગર હાઈસ્કૂલના આ ૧૩ રમતવીરો જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે.

આ શાળાની ભવ્ય સિધ્ધી બદલ દિ.વિ.કે મંડળના પ્રમુખશ્રી કિરણભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી પ્રમોદરાય દેસાઈએ શાળાના આચાર્યશ્રી,વ્યાયામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓને અભિનંદન આપી બિરદાવ્યા હતા અને રાજ્ય કક્ષાની રમતો માટે શુભેચ્છા પાઠવી હતી.