દેડીયાપાડા: એસટી અમારી, સલામત સવારી’ સરકારી બસના આ સૂત્રનો છેદ ઉડાડતી બસ અંકલેશ્વર GIDC ડેપો થી દેડીયાપાડા વાયા બેડવાણમાં જોવા મળ્યું. જેનો વિડિયો બનાવી પોતાને મુસાફરીમાં પડતી તકલીફો ને સરકાર સુધી પહોચાડવા માટે મુસાફરે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કર્યો છે.

જુઓ વિડીઓ…

DECISION NEWS ને જાણકારી મળેલી મુજબ એસ.ટી નિગમ માત્ર કમ્મરતોડ ભાવ વધારો ઝીંકી દે છે. પરંતુ મુસાફરોની સુવિધામાં કોઇ વધારો કરાતો નથી. સુવિધા તો ઠીક મુસાફરોની દુવિધા પણ એસટી નિગમની નજરે પડતી નથી ! નિગમની ખખડધજ બસના છાપરામાંથી પાણી ટપકતું હોવાથી વરસતા વરસાદમાં મુસાફરી કરનારા મુસાફરોને બસમાં છત્રી ખોલીને બેસવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. આદિવાસી વિસ્તારમાં જે બસો દોડાવાય છે તેનું મેટેન્શ કરવામાં આવ્યું ન હોવાથી વરસાદનું પાણી બસમાં ટપકી રહ્યું છે જેથી લોકોએ ઊભા રહીને મુસાફરી કરવી પડે છે. બસમાં ઉપરના છાપરા પર થી વરસાદ નું પાણી બસ માં પડે છે જે બસ અંકલેશ્વર G.I.D.C ડેપો થી ડેડીયાપાડા વાયા બેડવાણ ચાલે છે.

એક તરફ આદિવાસી વિસ્તારમાં નવી બસો મૂકી હોવાના સરકાર દાવા કરી રહી છે, ત્યારે ચોમાસાએ સરકારના દાવા પોકળ સાબિત કર્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. સરકાર ના દાવા માત્ર સૂત્રો, પોસ્ટર અને નેતાઓના ભાષણોમાં જોવા મળે છે. બાકી તો હકીકત તો કુદરત આઇનો બતાવી દેખાડે છે, જે વાસ્તવિક પણ હોઈ છે. ઇ-ટિકિટ, ઇ-બુકિંગ સહિતની સુવિધાની મસમોટી જાહેરાત કરનારા એસટી નિગમ દ્વારા મુસાફરોની પાયાની સુવિધા તરફ નજર કરવામાં રસ જ નથી અને આંખ આડા કાન કરી બેઠું હોઈ તેવું લાગે છે.