વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગોદાબારી ગામના નજીક આવેલા તોરણીયા ડુંગર ઉપર યોજાતા જન્માષ્ટમીના મેળામાં આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર બનેલા રાધાકૃષ્ણ મંદિરના દર્શને આવતા હોય છે. અને વર્ષમાં એક વખત અહીં દર્શન કરવા શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

આ ડુંગર ઉપર શંકર ભગવાન, હનુમાનજી તેમજ ગુફામાંથી અંબામાતાજીના શ્રદ્ધાળુઓ દર્શન કરતા હોય છે. અને આ તોરણીયા ડુંગર સાથે એવી દંતકથા જોડાયેલી છે કે શિવ અને પાર્વતીજીના લગ્નપ્રસંગે ડુંગર ઉપર તોરણ બાંધવામાં આવેલો જેનાથી ડુંગર તોરણીયા ડુંગર તરીકે ઓળખાય છે.

DECISION NEWS ને માહિતી મળેળ મુજબ ગતરોજ ગોદાબારી ગામ નજીક આવેલા તોરણીયા ડુંગરે જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલા મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યો હતા. આ શ્રદ્ધાળુઓ ડુંગર ઉપર રાધાકૃષ્ણના દર્શન સાથે વિવિધ દેવી-દેવતાની પુજા અર્ચના કરી હતી. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બનેલા તોરણીયા ડુંગર ઉપર મોટી સંખ્યામાં આદિવાસીઓ મેળામાં આવ્યા હતા. આ મેળામાં પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.