કપરાડા: એક દિવસ પહેલાં જ કપરાડાના વાવર ગામના શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્ટી અનીશભાઈ શેઠિયાના સહકારથી ગૌદાન પ્રોજેક્ટ ચેરપરસન પ્રા. ડૉ. આશા ગોહિલ દ્વારા ગૌદાન કાર્યક્રમ યોજાયો.
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડાના વાવર ગામના શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્ટી અનીશભાઈ શેઠિયાના સહકારથી ગૌદાન પ્રોજેક્ટ ચેરપરસન પ્રા. ડૉ. આશા ગોહિલ દ્વારા ગૌદાન કાર્યક્રમ ગામના સરપંચશ્રી માહદુભાઈ, શ્રી કાળુભાઈ, ગામના આગેવાનો તથા શ્રી મહેશભાઈ ગાંવિત (CRC સુથારપાડા) ની મદદથી જરૂરિયાતમંદ લોકોને મદદ પૂરી પાડવામાં આવી હતી.
કપરાડા તાલુકાનું સુથારપાડાની નજીકમાં વાવર ગામે જરૂરિયાતમંદ લોકોને ખેતીમાં મદદરૂપ થાય એ માટે કુલ 23 ગૌવંશ પૂરા પાડવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધી આદિવાસી વિસ્તારોમાં કુલ 1484 ગૌવંશ થકી લોકોને મદદ મળી છે.

