વાંસદા: ગતરોજ રાતે વરસાદી વાતાવરણના ધુમ્મસને કારણે વાંસદા તાલુકાના પાલગભાણ થી અનાવલ તરફ જતો રોડ પર એક શાકભાજી ભરેલી પીકઅપના ડ્રાઈવરનો સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવી દેતા પલટી મારી ગયાની અકસ્માતની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વાંસદા તાલુકાના પાલગભાણ થી અનાવલ તરફ જતો રોડ પર આવેલા સ્ટેશન થી થોડી આગળ નાળા પાસે એક શાકભાજી ભરેલી પીકઅપના ડ્રાઈવરનો સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવી દેતા પીકઅપ રોડ પરથી નીચે ઉતરી જઈ પલટી મારી ગયાની ઘટના બની હતી.

આ અકસ્માતની ઘટનામાં MH-21-BH-1285 નંબરની મહારાષ્ટ્રની પીકઅપ ચાલકને સામાન્ય ઈજા થવા પામી હતી પણ પીકઅપને અને તેમાં ભરેલી શાકભાજીના સામાનનું ઘણું નુકશાન થયા હોવાનું જાણવા મળ્યું છે.