ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન વંચિત સમુદાયોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને તેમનું આ સ્વપ્ન સાકાર કરવાનો પ્રયત્ન કરે છે. ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન ગુજરાતના ૧૧ તાલુકાની ૪૨૯ જેટલી શાળાઓમાં ૪૭૯ શિક્ષકો અને કર્મચારીઓ રોકીને શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કાર્યો છે. આ સંસ્થા શિક્ષણની સાથે સાથે જળ સંચય અને પર્યાવરણ સંવર્ધન સહિતના અનેક સેવાકીય કામો પણ ગુજરાતના અનેક તાલુકામાં કરે છે. જળ સંચય માટે તળાવો, ચેક ડેમ, કૂવા બનાવવાની ખુબજ સરસ કામગીરી કરી રહ્યું છે,

આ કામો સફળ થયા છે. આ ચેક ડેમ, કૂવા, તળાવો બનાવવાથી ખેડૂતોને ચિંચાઈ માટે પાણી મળી રહ્યું છે, સાથે જ પીવાના પાણીની સમસ્યાઓ ઉનાળા દરમિયાન સર્જાતી હતી, એ પણ દૂર થઈ છે, કારણે કે, જળસ્તર ઉચા આવ્યા અને કૂવા, બોર રીચાર્જ થયા છે.

આ કાર્યો દક્ષિણ ગુજરતના વલસાડ જિલ્લામાં થાય એ હેતુથી, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ગામોમાં ગ્રામ ઉત્થાનના કામો કરતી સંસ્થા લોક મંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબાના સહયોગથી ધરમપુર તાલુકાના પિપરોળ અને ખોબા ગામમાં ચેક ડેમ બનાવવા માટેનો પ્રોજેક્ટ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબા, વલસાડ જિલ્લના ધરમપુર તાલુકામાં વિવિધ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, જન કલ્યાણ, આજીવિકા, કૃષિના ક્ષેત્રોમાં પાયાની કામગીરી હાથ ધરી છે. તેમજ આ સંસ્થા પર્યાવરણની સુરક્ષા કરવા માટે, સામુદાયિક સહભાગિતા દ્વારા જળ સંચયનું અને વૃક્ષારોપણ માટે કાર્ય કરી રહી છે.

ધરમપુરએ મોટાભાગે પહાડી વિસ્તાર ધરાવે છે, આ ક્ષેત્રમાં ચોમાસામાં ખૂબ સારી માત્રામાં વરસાદ વરસે છે. પરંતુ પાણી નીચાણ વાળા વિસ્તારમાં વહી જાય છે. જેથી ઉનાળા દરમિયાન આ વિસ્તારમાં પાણીની ઘણી સમસ્યાઓ રહે છે.

અહીં ચોમાસામાં સારો વરસાદ પડે છે પરંતુ ઉનાળામાં અહીં પીવાના અને અન્ય ઉપયોગ માટેના પાણીની તીવ્ર તંગી સર્જાતી હોવાથી આ સમય ખૂબ જ કપરો બની જાય છે. આ પહાડી વિસ્તાર હોવાથી પાણી અહીંથી તરત વહી જાય અને તેનો સંગ્રહ થઈ શકતો નથી. અહીંના ગામવાસીઓ સિંચાઈ માટે ફક્તને ફક્ત વરસાદી પાણી પર નિર્ભર છે અને આથી જ આ સમસ્યાનો ઉકેલ લાવવા સંસ્થાઓ દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે.

બે ચેક ડેમ પિપરોળ ગમામાં આવેલ વરસાદી દેવના ટેકરા ઉપર અને ત્રજો ચેક ડેમ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા ખોબા ગામમાં બાંધવામાં આવ્યો છે. આ ત્રણે ચેક ડેમ ઊંચાઈ પર બાંધવામાં આવ્યાં હોવાથી તેમાં સંગ્રહિત થનારું પાણી આ વિસ્તારના ખેડૂતોને ચિંચાય માટે ઉપયોગી થશે, જંગલ સંવર્ધન માટે રોપવામાં આવેલ વૃક્ષોમાં પાણી ચિંચન તેમજ ભૂગર્ભજળ અને કૂવાઓને રીચાર્જ કરવામાં પણ મદદરૂપ થશે.

આ ચેક ડેમો આ ગામોનું જીવનધોરણ સુધારવામાં ઘણાં મદદરૂપ સાબિત થશે. તેમનું નિર્માણ ઊંચાઈ પર થયું હોવાથી તે આ ગામોમાં ભૂગર્ભજળના સ્તરને ઊંચું લાવવામાં પણ મદદરૂપ થશે. આથી વિશેષ, તે આ ગામોના ખેડૂતોને શાકભાજી અને અન્ય પાકો ઉગાડવા સિંચાઈ માટે પૂરતી માત્રામાં પાણી પૂરું પાડશે. તેનાથી તેમની આવક પણ વધશે. આ ક્ષેત્રમાં આવેલી જંગલો અને પ્રાણીસૃષ્ટિને પણ તેનાથી પૂરતી માત્રામાં પાણી ઉપલબ્ધ થશે.