નર્મદા: દેડીયાપાડા તાલુકાના થપાવી થી સોલીયા વાયા થી જિલ્લા મથક રાજપીળા જવા માટે આઝાદી પછી પ્રર્થમવાર બસ મુસાફરી કરવા માટે આશાનુ કિરણ જાગ્યું છે.

DECISION NEWS ને જાણકારી મળેળ મુજબ થપાવી થી સોલીયા વાયા સહિત અનેક ગામના લોકોને જિલ્લા મથકે જવા માટે ૨૫ કિલોમીટર દૂર તાલુકા મથક દેડિયાપાડા થી ફરીને જિલ્લા મથક રાજપીપળા જવા મજબૂર હતા. જે થપાવી, સામરપાડા, ઘોડી, બયડી, મંછીપાડા, મગરદેવ, ધનોર, વાયા સોલીયા, પંગમગામ થી રાજપીપલ જિલ્લા મથકે અભ્યાસ, નોકરી, કામધંધે, જિલ્લા કચેરીમાં કામ અર્થે જતા લોકોને રાહત મળશે. આ સમસ્યા ઘણા વર્ષો થી હતી જેનું નિરાકરણ લાવવા માટે જિલ્લા મથકે જતા મુસાફરો માટે પ્રાંત અધિકારી, કલેકટર કચેરીમાં જાગૃતનાગરીક યુવા દિનેશભાઈ વસાવા અને અન્ય યુવાઓ, વિદ્યાર્થીઓ મહીલાઓ દ્વારા અરજીના માધ્યમથી રજુવાત કરવામાં આવી હતી. લોકોની માંગણી ધ્યાને રાખીને પ્રાંત અધિકારીએ દેડિયાપાડા દ્વારા બસ ડેપો મેનેજરને લેખીતમાં જાણ કરતા હવે ટૂંક સમયમાં ડેપોમેનેજર દ્વારા લોકોને મુસાફરી માટે લીલી ઝંડી આપવામાં આવશે.

જેથી આ બસની સુવિધાનો લાભ ૯ ગામોના લોકો માટે જિલ્લા મથકે જવા માટે રાહત થશે. અને આ હકારાત્મક પગલાંને લોકો વધાવી રહ્યા છે જેથી રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગુજરત સરકારનો લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે, સમગ્ર પંથકમાં લોકોમાં આંનદની લાગણી અનુભવી રહયા છે.