વાંસદા: વાંસદા તાલુકાના ગોધાબારી ગામે આવેલા તોરણીયા ડુંગર પર દર વર્ષે શ્રાવણ માસમા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડતી હોય છે, લોકોં દુર દુરથી દર્શનાર્થીઓ આવતા હોય છે. આદિવાસી પ્રજા માટે આસ્થાનું કેન્દ્ર બનેલ આ તોરણીયા ડુંગર ઉપર રાધા-કૃષ્ણ, અંબા માતા, શંકર ભગવાન, હનુમાનજીનુ મંદિર આવેલ છે. જ્યાં જન્માષ્ટમી દિવસે મેળો ભરાય છે
આ ડુંગર સાથે એક દંતકથા એવી પણ છેકે ભગવાન શિવ અને પાર્વતીમાતાના લગ્નપ્રસંગે તોરણ બાંધવામાં આવેલા હોવાથી ડુંગરનું તોરણીયા ડુંગર નામ પડેલું હોવાની માન્યતા સાંભળવા મળે છે. જોકે આદિવાસી વિસ્તારમાં મોટા મેળામાં ગણતરી થાય છે.
DECISION NEWS ને જાણકારી મળેલ મુજબ ગોદાબારી ગામના સરપંચ અંકુર ગામીતે જણાવ્યું કે આ વર્ષે ઉત્સાહપૂર્વક આયોજન તારીખ ૦૭/૦૯/૨૦૨૩ને ગુરુવારના રોજ જન્માષ્ટમીના દિવસે આયોજન કરવામાં આવ્યું છે..

