ડેડિયાપાડા: નર્મદામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગામોને આજકાલ જાણે કોઈ ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક દુસ્કર્મ અને સામુહિક બળાત્કાર જેવી ઘટનાઓ સામે આવી રહી છે અને જાણે આ ઘટનાઓ થામવાનું નામ જ નથી લઈ રહી.. ડેડીયાપાડામાં એક ગામની 15થી 16 વર્ષની સગીર કિશોરી ગામની સીમમાં ઢોર ચારવા ગઈ હતી. સગીરાને ઢોર ચરાવતી એકલી જોતા આ બાળકી પર એક બાદ એક ચાર વ્યક્તિઓએ દુષ્કર્મ આચરી ગેંગરેપ કર્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબને ડેડીયાપાડા તાલુકાના એક ગામની 15થી 16 વર્ષની સગીર કિશોરી ગામની સીમમાં ઢોર ચારવા ગઈ હતી. સગીરાને ઢોર ચરાવતી એકલી જોતા આ બાળકી પર અલ્પેશ રાયસિંગ વસાવા, ખુમાનસિંગ સુરેશ વસાવા, નિતેશ રમેશ વસાવા તથા ગોવનજી રડવીયા વસાવા એક બાદ એક ચાર વ્યક્તિઓએ દુષ્કર્મ આચરી ગેંગરેપ કર્યો જેમાં અલ્પેશ વસાવાએ બીજીવાર દુષ્કર્મ આચર્યું હતું.

ઘરે આવી સગીરાએ આ વિષે પરિવાર જાણ કરી હતી ત્યારબાદ ડેડીયાપાડા પોલીસને કહ્યું હતું અને આ ચાર વાસનાના પુજારીઓ વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મની નોંધ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નર્મદા જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કથળતી જોવાં મળી રહી છે તેમ કહેવું કંઈ ખોટું પણ નથી..!! હવે જોવું રહયું સમગ્ર ઘટનાઓમાં પીડિત પરિવાર ને ન્યાય અને દોષીઓને કડક સજા મળે છે કે મામલો રફા દફા કરાય છે, તે આવનારો સમય જ બતાવશે..