નવસારી: ગતરોજ ચીખલી તાલુકાના ઘેજ(દુભર્યા) ગામે ધરતી આબા બિરસા સર્કલ પર આદિવાસી સમાજના યુવાનો , ગામના વડીલો, ગામના ભાઈઓ-બહેનો, બાળકો અને અપક્ષના સદસ્ય કલ્પેશ પટેલ અને સમાજના આગેવાનો દ્ધારા ક્રાંતિકારી બિરસા મુંડા નું બોર્ડ લગાવી ઉજવણી કરવામાં આવી હતી.
DECISION NEWS ને જાણકારી મળેલ મુજબ ધરતી આબા બિરસા સર્કલ પર ક્રાંતિકારી બિરસા મુંડાનું બોર્ડ લગાવ્યા બાદ અપક્ષના સદસ્ય કલ્પેશ પટેલએ જણાવ્યું કે આ સર્કલ બનાવવાનો એક જ ઉદેશ છે. રાત્રીના સમયગાળામાં કોઈ પણ દીકરીઓ અને અજાણ્યા વ્યક્તિ જાય એ લોકોને ખબર પડી જાય કે આ આદિવાસીના ઇલાકો છે. એટલે આબા બિરસા સર્કલ પર ક્રાંતિકારી બિરસા મુંડાનું બોર્ડ લગાવામાં આવ્યું છે.
આ પ્રસગે શૈલેષભાઈ, નિકુંજભાઈ સંજયભાઈની ટીમ, કિશનભાઈ કેજુભાઈ, અક્ષય ધીરુભાઈ, બ્રિજેશભાઈની ટીમ જયેશભાઈ, સંજયભાઈ, જીતુભાઈ, રાકેશભાઈ શેખરભાઈ પીન્તાભાઈ, ઘવુંભાઈ, પ્રવીણ ભાઈ, દુભર્યા ફળિયાના વડીલો, કિરણભાઈ, ચીમનકાકા, જયદીપ, શશીકાંત, ઉમેશભાઈ સૌલેસ, સંજયભાઈ, વિજયભાઈ, દિવ્યેશ, અંકિત, નિરજભાઈ, રાહુલ, મણીલાલ, શૈલેશભાઈ, ધર્મેશભાઈ, જેનીશ, દિલીપભાઈ, કેયુર, હર્ષભાઈ, સાહિલ, આશિષ, અંકિત, સતીષભાઈ, ચેતનભાઈ, રમેશ કાકા, હરિલાલ, આર્વિંદભાઈ અને ફળીયાના યુવાનો વડીલો નાના બાળકો મોટો સંખ્યામાં હાજર રહ્યા હતા..

