સુરત: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં સાયબર સંજીવની 2.0 અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં 7 હજાર શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીઓએ હાજરી આપી હતી.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે હું તમારી પાસે મદદ માંગવા આવ્યો છું, દીકરીઓને સોશિયલ મીડિયાના ઉપયોગનું માહિતી આપો. કોલેજ બહાર શંકાસ્પદ ડ્રગ્સની પ્રવૃતિ અંગે પોલીસને જાણ કરો. દીકરીનો ફોટો મોર્ફ કરેલો આવે તો મજાક કરવાના બદલે મદદ કરો, મોર્ફ ફોટાથી કોઈ પણ દીકરીએ ડરવાની જરૂર નથી. પોલીસ મથકમાં નહિ સાંભળે તો ડાયરેક્ટ મને કોલ કરજો.
જો કોઈ દીકરીના મોર્ફ ફોટા આવે તો મજાક ઉડાવાને બદલે મદદ કરી પોલીસ મથકનો રસ્તો બતાવો. સુરત અને ગુજરાત દેશમાં સૌથી સુરક્ષિત છે, 7 હજાર શિક્ષક છે, તેમાં એક શિક્ષક હજાર વિદ્યાર્થીને સાયબર ક્રાઇમનું ભણાવે તો 40 લાખ વિદ્યાર્થીને ભણાવી શકશે.

