સોનગઢ: હાલમાં જ સોનગઢના મૈયાલી ગામના કિરણભાઈ ગામીત નામના યુવકને ફેસબૂક પર એક અજાણી યુવતી એ મેસેન્જર પર અશ્લીલ હરકતો સાથેનો વીડિયો કોલ કરી યુવકને ફસાવી વીડિયો ડીલીટ કરવાના નામે રૂપિયા 66,000 ખંખેરી લીધાની હતા જેની પોલીસ ફરિયાદ થતા આ ઘટના પ્રકાશમાં આવી છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે કિરણભાઈ ગાળકુવા ગામના પેટ્રોલ પંપ પર જોબ કરે છે.1 જુલાઈના રોજ 10 વાગ્યાની આસપાસ કવિતા પંડિત નામની યુવતીની ફેસબુક ID પર થી મેસેન્જર એપ થી વીડિયો કોલ આવે છે. કોલ પર યુવતી અશ્લીલ હરકતો કરી કિરણભાઈને ઉત્તેજિત વાતો કરે છે અને કિરણને પણ અશ્લીલ અવસ્થામાં આવવાનું જણાવે છે. કિરણભાઈ પણ યુવતીની વાતોમાં આવી અશ્લીલ અવસ્થામાં જાય છે અને યુવતી કિરણની બધી હરકતો સ્ક્રીન રેકોર્ડિંગની મદદથી સ્માર્ટ ફોનમાં રેકોર્ડ કરી લે છે અને કોલ કટ કરી દે છે પછી થોડીવારમાં એક બીજા નંબર થી વોટ્સએપ પર કિરણભાઈની અશ્લીલ રેકોર્ડિંગ ની ક્લિપ મોકલી તેને આવે છે અને તેના બધા જ ફેસબૂક ફ્રેન્ડ આ ક્લીપીંગ મોકલવાની ધમકી આપવામાં આવે છે.
આ સાંભળી કિરણ આ કલીપને અપલોડ ન કરવા આજીજી કરે છે અને થોડીવારમાં બીજા નંબર થી કોલ આવે છે અને અજાણી વ્યક્તિ કિરણભાઈને જણાવે છે કે ‘CBI દિલ્લી સે વિક્રમ ગોસ્વામી બોલ રહા હું, યુ ટ્યુબ પર તેરા વીડિયો હૈ ઉસે ડીલીટ કરા નહિ તો તેરે પર કેસ હોંગા’ ગભરાયેલા કિરણ દ્વારા વિનંતિ કરાતાંતે જણાવે છે કે હું યુટ્યુબ ના અધિકારીનો નંબર આપું છું. તેની સાથે વાત કરી વીડિયો ડીલીટ કરાવી દે. અને ત્યાર બાદ કિરણભાઈ આપેલા નંબર પર વિડીયો ડીલીટ કરાવવા ફોન કરે છે ત્યારે તે વ્યક્તિ વિડીયો ડીલીટ કરવાના 11,500 માગે છે અને અન્ય જુદા જુદા બહાના કરી કિરણભાઈ પાસે 66,000 હજાર ખંખેરી લે છે.
66,000 ગુમાવી આ બાબતે આ પાંચ અજાણ્યા લોકો વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે ત્યારે આ સમગ્ર ઘટના બહાર આવે છે. આ યુવકો માટે એક ચેતવણીરૂપ ઘટના છે જેના પર યુવાનો ફસાઈ શકે છે. આવા ફ્રોડ કોલની નોંધ લેવાની તાતી જરૂર છે.

