આહવા: ડાંગના સોનુનિયા ગામ નજીક થોડાક વર્ષો પહેલા બનાવવામાં આવેલો પુલની સ્થિતિ વર્તમાન સમયમાં ખુબ જ ભયજનક દેખાઈ રહી છે. પુલ પર મોટા મોટા ખાડાઓ છે જેને લઈને ત્યાં થી પસાર થતી પ્રજા હેરાન પરેશાન થતી જોવા મળી રહી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ સોનુનિયા ગામ નજીક બનાવાયેલો પુલ બિસ્માર હાલતમાં આવી ગયો છે પુલ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે. લોકો જીવના જોખમે આ પુલ પરથી મુસાફરી કરી રહ્યા છે. આ વિષે વખતો વખત તંત્રને જાણ કરી હોવા છતાં પુલનું કોઈપણ જાતનું સમારકામ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું નથી એમ લાગે છે કે તંત્ર ઉંઘતું હોય તેવું લાગી રહ્યું છે.

સ્થાનિક લોકો એવા આરોપ લગાવી રહ્યા છે કે આ બધું ડાંગના તંત્રના કોન્ટ્રાક્ટર પર આશીર્વાદના કારણે થયું છે. ડાંગ જિલ્લામાં અધિકારીઓ રસ્તા કે પછી પુલ બનાવે તો થોડા જ સમયમાં તેની હાલત બત્તર થી પણ બત્તર થતી જોવા મળતી હોય છે. પુલ બનાવવામાં નિમ્ન કક્ષાનું ગુણવત્તા વગરનું મટીરીયલ વાપરવામાં આવે છે. જેના લીધે પુલ પર આટલા મોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાય છે. હવે જોવું રહ્યું કે આ પુલનું સમારકામ તંત્ર કેટલા સમયમાં કરશે અને નહિ કરે તો ગ્રામજનો શું પગલાં ભરશે.