તિલકવાડા: આજરોજ તિલકવાડા તાલુકાના માંગુ ગામથી કારેલી ગામ તરફ જવાના રોડ ઉપર અંડર કન્ટ્રક્શન મકાનમાં મકાનમાં જુગાર રમતા 5 નબીરા ઓને શ્રાવણીયો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યાના સમાચાર વહેતાં થતાં જ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વંટોળ ઉઠ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ નર્મદા એલ.સી.બી ને બાતમી મળી કે માંગુ ગામથી કારેલી ગામ તરફ જવાના રોડ ઉપર અંડર કન્સ્ટ્રક્શન મકાનમાં જય કુબેર એગ્રો બીજ સેન્ટર નામની એગ્રોની દુકાનના બીજા માળે પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળેલ હતી. બાતમીના આધારે એલ.સી.બી પોલીસ સ્ટાફ માણસો સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જુગારીયાઓ બંધ મકાનમાં ગોળ કુંડાળું વળીને પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા હતા. જેમાં ચાર નબીરા નસવાડી તાલુકા નં હોય (1)આશિષભાઈ જગદીશભાઈ દલવાડી જેઓ છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના શક્રીય કાર્યકતા છે. તે અગાઉ પણ વડોદરા ખાતે જુગાર રમતા પકડાયો હતો તે રહે નસવાડી તા. નસવાડી જી. છોટાઉદેપુર (2)જાવીદભાઈ ઈકબાલભાઈ મેમણ રહે નસવાડી જી. છોટાઉદેપુર (3) ઈદ્રિશભાઈ બાબુભાઈ મોટલાની રહે.આમરોલી તા.નસવાડી.જી. છોટાઉદેપુર (4)હેમલભાઈ દિનેશભાઈ સોલંકી પોતે શિક્ષક હોય અને (5) ભરતભાઈ કાલીદાસ તડવી રહે તિલકવાડા ડેરી ફળીયુ તા.તિલકવાડા જી.છોટાઉદેપુર આ તમામને ઝડપી પાડવામાં આવ્યા છે.તેમની પાસેથી અંગઝડતી તેમજ દાવ ઉપરના રોકડ રકમ મળી કુલ.કી.રૂ.6.40.620/- તથા મોબાઈલ નંગ -5 કી.રૂ.20500 /- તથા સ્ટીલનો ત્રાસ તથા પાથરણું કી.રૂ.200/- મળી કુલ કિં.6.61.320 /- મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાર અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લા સંઘમાં મંત્રીના હોદ્દા પર હોઈ જેઓ થોડા દિવસો પહેલા નસવાડી તાલુકામાંથી બદલી કરાવી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની વડ નગર મિયાગામ વસાહતમાં પ્રા.શાળામાં અભ્યાસ કરાવે છે. જ્યારે શિક્ષક પોતે જ જુગારી હોય ત્યારે શાળાના વિદ્યાર્થીઓને શુ શિક્ષણ આપશે જે શિક્ષકના આવા કાર્ય થી શિક્ષણ જગત કલંકિત બન્યું છે આવા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવો જોઈએ જેથી વિદ્યાર્થીઓના ભાવિ જીવન પર કોઈ અસર ન પડે તે રહે.

