વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના આંબાપાણીપ્રા.શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન. બાળકોમાં નાની વયે શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરીને ભારત દેશને વિશ્વ ગુરૂ બનાવવાની દિશામાં લઈ જવાનો મહત્તમ ફળો આપી શકે તો તે શિક્ષકો છે. તારીખ ૫ સપ્ટેમ્બરે શિક્ષક દિને વાંસદા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થનાર શિક્ષક લક્ષ્મીબેન પટેલ . આંબાપાણી પ્રાથમિક શાળાના શિક્ષિકા છે.

સમાજમાં વ્યાપેલા વહેમો, દુષણો, વિવિધ વ્યસનોમાંથી મુક્ત કરવા, અંધશ્રદ્ધામાંથી સમાજને જાગૃત કરવા તેમજ સમાજમાં ચાલતા કુરિવાજોથી મુકિત જાગૃતિ. મહિલા સશકિતકરણ, જાગૃત કિશોરી અભિયાન અને વ્યસનમુકિત માટે વિવિધ કામગીરી હાથ ધરી સમાજ ઉત્થાનની કામગીરી કરી. જેમાંથી બાળકોને પણ સમાજ પ્રત્યેની ફરજો અને સ્વચ્છતાનો સંદેશ મળે છે. કોરોનાના કારણે ચાલતા ઓનલાઈન શિક્ષણના મુલ્યાંકન માટે “ઓનલાઈન કસોટી” એ ઇનોવેશનને પણ જબરો પ્રતિસાદ મળ્યો હતો. લોકડાઉનમાં જાતે ગામના ફ્ળીયાઓમાં જઇ ઘરે ઘરે બાળકોને શિક્ષણ આપીને શિક્ષણકાર્ય ચાલું રાખવાનો મહત્વનો પ્રયત્ન તેમણે કર્યો હતો.તેમણે અસંખ્ય પ્રવૃતિઓ કરી છે.વાંચન, લેખન, ગણનનું જાતે સાહિત્ય તૈયાર કરી બાળકોને આપી, શાળા સમય પહેલા શિક્ષણ આપી સમયદાન પણ કર્યુ છે અને તેમણે ગુણોત્સવમાં ખુબ જ સારી કામગીરી કરી હતી. મહિલા શિક્ષક હોવાથી કન્યાઓને લોહતત્વવાળા ખોરાક લેવા, જરૂરીયાત મુજબએનિમિયા અને કુમિઓની ગોળીઓનું વિતરણ કરે છે. તેમના વર્ગમાં સ્વચ્છતા કિટનું પણનિર્માણ કયું.

DECISION NEWS ને જાણકારી મળેલ મુજબ લક્ષ્મીબેન પટેલએ બાળપણથી જોયેલુ શિક્ષક બનવાનુ સ્વપન પી. ટી. સી.માં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી પુરૂં કર્યું હતું.. તારીખ ૧૨/૦૩/૨૦૦૭ ના રોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના આંબાપાણી પ્રાથમિક શાળામાં નિમણુંક મળતા શિક્ષક તરીકેની નોકરીની શરૂઆત કરી હતી. શાળાની ગુણવત્તામાં વધારો કરવામાં ખૂબ સારી ભૂમિકારહી છે. બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવામાં સંશોધન, ઇનોવેશન આત્મબળ, કલ્પનાશક્તિ, તર્કશક્તિ, વિચારશક્તિ ધીરજ,કુશળતા, ચીવટ જેવા ગુણોનો વિકાસ થાય તેવી રીતે બાળકોને શિક્ષણ આપે છે. શાળાના દરેક કાર્યક્રમોમાં સફ્ળ સંચાલનકરવામાં, વાલીનો પૂરો લોકસહકાર પ્રાપ્ત કરવામાં, શૈક્ષણિક પ્રવાસ, દરેક કાર્યમાં સકારાત્મક બનીને શિક્ષક તરીકે બાળકમાં સર્વાંગી વિકાસ થાય તેમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.