ધરમપુર: ખેડૂતોનો ઉભો પાક ડાંગર, મરચા અને અન્ય પાકોને નુકશાન થતાં અટકાવી ગતરોજ ધરમપુર તાલુકામાં GEB ખાતે ખેતીવાડી (AG) ની બંધ લાઈનોના તાત્કાલિક ચાલુ કરાવવા માટે ખેડૂતો સાથે મળીને રજુઆત કરવામાં આવી હતી
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરમાં ખાસ કરીને 66 KV આંબા થી નીકળતું ખટાણાં AG ફીડર માં આવતું ગામ મોટીઢોલ ડુંગરી, 66 KV ધરમપુર થી નીકળતું બીલપુડી AG ફીડરમાં આવતું ગામ રાનપાડા, 66 KV ધરમપુર થી નીકળતું ભાંભા AG ફીડરમાં આવતા ગામો બામટી, મરઘમાળ,વિરવલ,રાજપુરી તલાટ,નાનીઢોલ ડુંગરી 66 KV મનાઇ ચોઢી થી નીકળતું AG ફીડર માં આવતા ગામો નડગધરી, જાગીરી, ચાસમાંડવા, બોપી ગામોમાં તાત્કાલીક ખેતી વાડીની લાઇન ચાલુ કરવા બાબતે રજુઆત કરાઈ છે.
કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા પણ જણાવવામાં આવ્યું કે ઝાડની નડતી ડાળીઓ તાત્કાલિક કપાવીને ખેડૂતોને પડતી મુશ્કેલીનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે. રજુવાત પ્રસંગે કલ્પેશ પટેલ, મોટીઢોલ ડુંગરી ગામના ડેપ્યુટી સરપંચ વિલિયમ ભાઈ, સભ્યશ્રી મહેન્દ્રભાઈ, રાનપાડાના સુમિતભાઈ અને એમના સાથી મિત્રો અને ખેડૂતો મિત્રો હાજર રહ્યા હતા

