સાગબારા: આદિવાસી વિસ્તારોમાં જંગલોનો સફાયો કરતી ટોળકી વધી રહી છે ત્યારે ગતરોજ સાગબારા તાલુકાના ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પરથી ખેરના લાકડાની હેરાફેરી કરતા સાગબારા વનવિભાગ દ્વારા જીપને ઝડપી પાડી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
Decision News દ્વારા મળેલી માહિતી મુજબ સાગબારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને રોજમદારો દ્વારા નાકાબંધી ગોઠવી સરકારી લાકડાં હેરાફેરી કરતા સગબારા બાતમીના આધારે આર.એસ.ઓ તથા ઇ.ચા.રા.ફો.મગન ભાઈ કે વસાવા મળીને ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર મેક્ષ જીપ વાહન ચાલક ભાગી જતા ગાડી નબર GJ -09 -M- 7514 માં તપાસ કર્તા ખેરના લાકડાં મળી આવ્યા હતા.
સાગબારા વનવિભાગે જીપમાંથી અંદાજીત 16 નંગ ઘ.મી.1.039 જેની અદાજીત કિંમત 41560/ તથા ગાડી અંદાજીત રૂપિયા 158440/ આમ કુલ મુદામાલ મળીને 200000/ પકડી પાડવામાં આવેલ છે

