ડાંગ: વઘઇ ગીરાધોધ પર પોલીસ વિભાગ દ્વારા મારી માટી, મારો દેશ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઇ હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત મારી માટી, મારો દેશના કાર્યક્રમ હેઠળ ડાંગ પોલીસ વિભાગ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ડાંગના પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. ડાંગ જિલ્લાનાં રમણીય પ્રવાસન સ્થળ ગીરાધોધ પર પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ તિરંગા યાત્રામાં ડાંગ જિલ્લાનાં એસ.પી. યશપાલ જગાણીયા, નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ, એલસીબી પીએસઆઈ જયેશ વળવી, વઘઇ પીએસઆઈ પી.બી.ચૌધરી પણ સહભાગી થયા હતા.

આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી જવાનો અને પ્રવાસીઓ જોડાયા હતા ત્યારે રમણીય સ્થળે પોલીસ જવાનો અને પ્રવાસીઓ દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા.