કપરાડા: મહુવા તાલુકાના કાછલ ગામમાં આવેલી સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કૉલેજમાં 25 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસે કવિ શ્રી નર્મદ વ્યાખ્યાનમાળા યોજાઈ હતી.

કવિશ્રી નર્મદ વ્યાખ્યાનમાળાનો મણકો ૧ અંતર્ગત કોલેજના આચાર્ય ડૉ. હેતલબેન, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. ધનસુખભાઈ પટેલ અને પ્રા.આશાબેન ઠાકોર દ્વારા આ કાર્યક્રમ આયોજિત થયો હતો.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી નિમિત્તે કાછલની સરકારી કૉલેજમાં કપરાડા તાલુકાની મોટાપોંઢા કોલેજના પ્રા. ડૉ. આશા ગોહિલે ગુજરાતી સાહિત્યને પોતાના સાહિત્ય સર્જનથી રળિયાત કરનાર “કુન્દનિકા કાપડીઆની ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધ અને વીર નર્મદની નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદને વાતો વણી લઈ વિદ્યાર્થીઓને રસપ્રદ વક્તવ્ય પૂરું પાડ્યું હતું. વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી નિમિત્તે વીર નર્મદના જીવન અને સાહિત્યસર્જન વિશે વિદ્યાર્થીઓએ વાતો રજૂ કરતા કાર્યક્રમ દીપી ઊઠ્યો હતો.