ધરમપુર: 13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ આવી રહ્યો છે ત્યારે આદિવાસી સમાજના લોકોમાં પોતાના હક અને અધિકારને લઈને જાગૃતિ આવે તે માટે સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા ધરમપુર તાલુકાના ગામડાઓમાં રેલી કાઢીને પ્રચાર- પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વિશ્વ આદિવાસી અધિકાર દિવસને લઈને સમસ્ત આદિવાસી સમાજ,ધરમપુર દ્વારા જન જાગૃતિ ની ભવ્ય રેલી કાઢવામાં આવી હતી જેનું ધરમપુર તાલુકાના ગામોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ રેલી ગતરોજ ધરમપુરના નાની વહિયાલ, ફૂલવાડી, કાકડકુવા, બીલપુડી, બરૂમાળ, આવધા, હનમતમાળ,બોપી,ગામમાં ફરી હતી જેમાં તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
સમસ્ત આદિવાસી સમાજના કાર્યકર્તા કમલેશ પટેલ જણાવે છે કે ધરમપુર સમસ્ત આદિવાસી સમાજ,ધરમપુર દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસના જાગૃતિ માટે કઢાયેલી રેલીમાં ગામના તેમજ અન્ય ગામના યુવો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમાજ માટે જનજાગૃતિ ફેલાવી રહ્યા છે….

