ધરમપુર: વલસાડના ધરમપુર તાલુકાના બધા જ સરકારી દુકાનના સંચાલકોએ સરકાર સામે માંગણી મૂકી અસહકાર આંદોલનના માર્ગે લડત લડવાનું મૂડ બનાવી ચુક્યા છે જેના લીધે આગામી માસનું સરકારી અનાજનો જથ્થો ન સ્વીકારી વિતરણ બંધ કરશે એવી માહિતી મળી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાતના કોઈ પણ રેશન ડીલર દુકાને કાર્ડ ગ્રાહકોને વિતરણ માટે ઉપાડશે કે ઉતારશે નહીના સર્વાનુમતે નક્કી થયા મુજબના ઠરાવને ધરમપુર ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા ટેકો જાહેર કરી ધરમપુર મામલતદારને આવેદનપત્ર આપી જ્યાં સુધી સરકારી દુકાનના સંચાલકોની માંગણી સરકાર ન સ્વીકારે તો આગામી માસનું સરકારી અનાજનો જથ્થો ન સ્વીકારી વિતરણ બંધ કરશે નો નિર્ણય લેવાનું જણાવ્યું હતું. જો આમ થાય તો ધરમપુરમાં 73 સરકારી અનાજની દુકાનમાં 41 હજાર જેટલા રાશન કાર્ડ ધારકોના અઢી લાખથી વધુ વસતિ પર એની સીધી અસર થશે.
ધરમપુર ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના આવેદનપત્રમાં ગુજરાતના રેશન ડીલરોના પડતર પ્રશ્નો, માંગણીની લાંબા સમયથી ઉપેક્ષા થઈ રહી હોવાથી અને યોગ્ય હકારાત્મકતા પણ નહીં મળતા ન છૂટકે કારમી મોંઘવારીમાં રાજ્ય લેવલના એસોસિએશનની મળેલી સંયુક્ત સાધારણ સભામાં સર્વાનુમતે સપ્ટેમ્બરનો જથ્થો નહીં ઉતારવા/ઉપાડવાનું નક્કી થયા મુજબને ટેકો જાહેર કરવાનો કહેવાયું છે.

