વાંસદા: ખાંભલા ગામથી બિલમોડા ગામની વચ્ચે આવેલા ક્રોઝ-વે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ક્રોઝ-વે પર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે. અહી થી પસાર થતાં મુસાફરો સાથે Decision News વાત કરતા અકસ્માતના ભય હેઠળ મુસાફરી કરતાં હોવાનું જણાવી રહ્યા છે.

જુઓ વિડીઓ…

ખાંભલા ગામથી બિલમોડાગામની વચ્ચે આવેલા ક્રોઝ-વે પરથી ખાલી એક જ વાહન પસાર થઈ શકે છે. આ ક્રોઝ-વે પરથી રોજ નાના-મોટા વાહનો પસાર થાય છે. આ ક્રોઝ-વે પર આજુ-બાજુમાં બનાવેલી રેલીંગ પણ નથી. અને ક્રોઝ-વે પર ખાડા પડી જતા વાહન ચાલકોને પાણીમાં પડી જવાનો ભય રહે છે. અને આ ક્રોઝ-વે પર ખાડાઓ અને તૂટેલા રસ્તાને કારણે લોકોને અકસ્માત થવાની ખુબ સંભાવના રહેલી છે. ગામના લોકોની વારંવાર રાજુવાતના પગલે પણ આ ક્રોઝ-વે ને લઈને ગામના સરપંચ અને વહીવટીતંત્ર કોઈ જ પગલાં ન લેતાં હજુ સુધી ખાડા પુરાવાની પણ તસ્દી લેધી નથી.