વાંસદા: લોકોને શુદ્ધ પાણી જેવી સુવિધા પુરી પાડવા ના હેતુથી થોડા સમય પહેલા વાંસદા તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તે ડિજિટલ વોટર-એટીએમ મશીનો મૂકીને લોકો માટે શુદ્ધ પીવાના પાણીની યોજનાની અમલીકરણ કરવામાં આવી હતી પણ આજે ડિજિટલ વોટર-એટીએમ મશીન જે તે જગ્યાએ મરણ પથારીએ પડયા રહ્યા હોવાના દ્રશ્યો Decision News ને મળ્યા છે.
વાંસદા તાલુકાની ઘણી પંચાયતોને લોકોને શુદ્ધ પાણી જેવી સુવિધા મળી રેહે તે માટે ડિજિટલ વોટર-એટીએમ મશીનો આપવામાં આવ્યા હતા તેમાંથી ઘોડમાળ ગામમાં આવેલા અજમલગઢ પર પોતાના છેલ્લાં શ્વાસ લઇ રહ્યું હોય તેમ પડ્યું છે. મુસાફરો વોટર-એટીએમ જોઈ પાણી પીવા તો આવે છે, પરંતુ એટીએમની હાલત જોઇને વિલા મોઢે પરત ફરે છે.
જી.પં.દ્વારા શરૂ કરાયેલો શુદ્ધ પાણી પ્રોજેક્ટ હાલ ધૂળ ધણી થયો હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર શુદ્ધ પીવાનું પાણી જાહેર જગ્યા પરથી મળી રહે તે માટે પ્રોજેકટની શરૂઆત કરતા ધાર્મિક અને પ્રવાસન સ્થળો જે વાંકે ભીનાર જાનકીવન ઉનાઈ માતાજી મંદિર અજલગઢ સહિત જેવા વિસ્તારો આવતા સહેલાણીઓ સહિત જાહેર જનતા માટે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે જી.પં ના પ્રોજેક્ટ માંથી ૪,૯૯,૦૦૦/- કિંમતનું એટીએમ વોટર મશીન મુકાયા છે પરંતુ તે છેલ્લા લાંબા સમયથી બંધ હાલતમાં પડી રહ્યા છે.
વહીવટીતંત્રના પાપે લોકોને પીવા માટે શુદ્ધ પાણી નહિ મળતા ફાંફા મારવા પડી રહ્યા છે ત્યારે પ્રજાના રૂપિયાનો આ પ્રકારે થતો વ્યય અટકાવવાની માંગ ઉઠી રહી છે લોકઉપયોગ માટે મુકાયેલ કેટલાક વોટર-એટીએમ બંધ હાલતમાં નજરે પડતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

