વલસાડ: આજથી 3 વર્ષ પૂર્વે આ “Rich dad Poor dad” પુસ્તક વાંચન કર્યુ અને પુસ્તકની ચર્ચાઓ માતા પિતા સાથે કરી. કે આર્થિક સ્વતંત્રતા એટલે શુ ? રેટ રેસ એટલે શુ ? અને આર્થિક મુશ્કેલીઓ કેવી રીતે દુર કરી શકાય ? કેવી રીતે આર્થીક સમસ્યાઓ આપણે જાતે ઉભી કરીએ છીએ આવી અનેક અનુભવો સાથે ચર્ચાઓ થઈ.
Decision News ને મળેલી માહિતી મુજબ ‘રીચ ડેડ પુઅર ડેડ’ ના લેખક” રોબટ કીયોસાકી અને કીમ કિયોસાકી” એમના જીવન અને એમની આર્થીક સમસ્યાઓ અને એમણે મેળવેલ સ્વતંત્રતા વિશે વાતો થઈ તેમજ આજના શિક્ષણ અંગેની વાતો તેમજ આપણે પૈસા માટે કામ કરીએ છીએ કે પૈસા આપણા માટે કેવી રીતે કામ કરી શકે . બેલા રેન્ટલ ઇકયુપમેન્ટ ના નામથી શરૂ કરવામા આવી. જે મારી માતા ધોરણ 4 પાસ માંડ ગણતરી કરતા આવડે. ઘર કામ કરતા કરતા એમણે સંચાલન કર્યુ . કન્સ્ટ્રક્શના બિઝનેસના કામ માટે ઉપયોગી સાધનો જેમા 100 સેન્ટ્રીગ પ્લેટ રેન્ટ પર આપવાનુ શરુ કર્યુ અને આજે 1 Million Rs. ની એસેટ બીલ્ડ કરી અને માસિક 40,000/- આવક ઉભી કરી. અને જણાવયુ કે ઘણા સારા નરસા અનુભવો થયા. અને સફળતા મળી.
આ પુસ્તક થી પ્રેરાય રોબર્ટ કિયોસાકીના બીજા કેસફલો કવૉડ્રન્ટ જેવા પુસ્તકોનુ વાંચન પણ કર્યુ . પુસ્તક ના વાંચન સાંભળી અનુકરણ થી આર્થિક મુશ્કેલીઓ દૂર કરી. આપ પણ આપનુ વાંચન વધારો એવી આશા .











