ભરૂચ: ભરૂચની સંસદની બેઠકનું રાજકારણ થોડા સમય ગરમા ગરમીનું રહ્યું છે ત્યારે મનસુખ વસાવાનું કહેવું છે કે, હું લોકસભાની ચૂંટણીના ભરૂચનો ઉમેદવાર હોઉં કે ન હોઉં બીજેપી જીતે તેવો મારો પ્રયાસ રહેશે. અમે વર્ષોથી જીતતા આવ્યા છે અને આ વખતે પણ સરળતા જીતીશું.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું.. હું લોકસભાની ચૂંટણીમાં ભરૂચના ઉમેદવાર હોઉં કે ન હોંઉ બીજેપી જીતે તેવો મારો પ્રયાસ રહેશે. અમે વર્ષોથી જીતતા આવ્યા છે અને આ વખતે પણ સરળતાથી જીૂતશું. આજે તમામ પક્ષો મૃતપાયે છે ત્યારે એક બાજુ ચૈતર વસાવા ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનથી પડવાનો દાવો કરે છે અને બીજી બાજુ અહેમદ પટેલની પુત્રી પણ લડવાની વાત કરે છે. તો આવું ગઠબંધન જેને ચૂંટણી લડવી હોઈ એ લડે પણ જીત તો ભાજપની જ થવાની છે.

આ 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ રાજકારણમાં સક્રિય પશે. મુમતાઝ પટેલે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ત્યારે બીજી આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વાસાવાએ પણ ભરૂચ લોકસભામાં લડવાની તૈયારી બતાવી છે. અને બીજી વાત છે કે લોકસભામાં છેલ્લા 6 ટર્મથી ભાજપના મનસુખ વસાવા જીતતા આવ્યા છે. હવે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટશન થવાનું લોકો કહી રહ્યા છે.