ડાંગ: 15 મી ઓગષ્ટ 2023 ના રોજ સાપુતારા ખાતે સાંજના સમયે રંગારંગ કાર્યક્રમ દરમિયાન મોનસુન ફેસ્ટિવલ કાર્યક્રમમાં સ્થાનિક લોકનૃત્યના કલાકારોને અગ્રીમતા આપવાના બદલે બીન આદિવાસીઓને બહારથી બોલાવી નગ્ન વસ્ત્ર પર નાચગાન કરાવી ડાંગી આદિવાસી સમાજની સંસ્કૃતિની લોકનૃત્યને નીચું બતાવી ડાંગના અને સમગ્ર આદિવાસી સમાજની લાગણીને દુભાવેલ છે.
આવેદનપત્રમાં નોધ્યું છે કે અમો ડાંગ અને સમગ્ર આદિવાસી સમાજની આપ સાહેબને ગંભીરતાપૂર્વક જણાવવા માંગીએ છીએ કે, આદિવાસી સમાજની સંસ્કૃતિ સમગ્ર દેશ અને વિદેશમાં પ્રચલિત છે. અને તે અમારા સમાજની આગવી ઓળખ છે. ગઈ કાલના સાપુતારા ખાતે રંગારંગ કાર્યક્રમમાં આયોજકો ધ્વારા બહારના બિનઆદિવાસી સમાજના લોકો દ્વારા ડાંગી આદિવાસી સમાજનું લોકનૃત્યનું નામ આપી નગ્ન વસ્ત્રમાં ડી.જે. પર ગીત વગાડી અસ્લીલ હરકતો કરાવી અમારા લોકનૃત્યને અપમાનિત કરી નીચુ બતાવવામાં આવેલ છે જેનાથી સમગ્ર આદિવાસી સમાજની લાગણી દુભાયેલ છે. અને તે માટે જે કોઈ જવાબદાર છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આપ સાહેબને અમારી ફરિયાદ છે.
જો આ બાબતે કોઈ પણ તટસ્થ કાર્યવાહી ન કરવામાં આવશે અથવા જાહેરમાં માફી માંગવામાં ન આવશે તો સમગ્ર ગુજરાતના આદિવાસી પટ્ટામાં આંદોલન કરવાની ફરજ પડશે જેની અચૂક નોંધ લેશો.











