વાંસદા: આઝાદી કા અમૂત મહોત્સવ પૂણાહુતિ નિમિતે મેરા દેશ અભિયાન અંતર્ગત કેલીયા પ્રાથમિક શાળા તથા રન ફોર યુનિટી અધિકારી નવસારી શ્રી ભાગીરપશિંહ પરમારના માર્ગદર્શન હેઠળ 42 કિલોમીટર મેરેથોન રેલી યોજવામાં આવી હતી. આ રેલી કેલીયા પ્રાથમિક શાળાથી પીપલખેડ, ગંગપુર, ખાટાઆંબા, વાશીયા તળાવ, વાંસદા બજાર, હનુમાનબારી ચાર રસ્તા, જામલીયા, ચિકટીયા, લીમઝર, સુખાબારી થઈ કેલીયા પ્રાથમિક શાળાએ સમાપન થયું હતું.
જુઓ રેલીના દ્રશ્યો..
આ રેલીની શરૂવાત ગામના સરપંચ શ્રી રાધાબેન, SMC અધ્યક્ષ કનુભાઈ તેમજ ગામના વડીલો દ્વારા કરવામાં આવી હતી આ રેલીનું સ્વાગત પીપલખેડ ચાર રસ્તા પર ડૉ.વિશાલભાઈએ કર્યું ત્યાર બાદ આ રેલીનું સન્માન વાંસદા મામલતદાર શ્રી વસાવા સાહેબ અને વાંસદા તાલુકાના પ્રાથમિક શિક્ષણધિકારી શ્રી હરિસિંહ પરમાર સાહેબ દ્વારા તાલુકા પંચાયત વાંસદા ખાતે કરવામાં આવ્યું હતું અને તેઓ રેલીમાં જોડાયા હતા. ત્યાર બાદ રેલીનું સન્માન વાંસદા ચાર રસ્તાપાસે C.R.C પીપલખેડ ચંદ્રકાંતભાઈ બી ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું ત્યાર બાદ આ રેલીનું સ્વાગત અમૃત હોસ્પિટલ વાંસદા ખાતે ડૉ. સોનલ પટેલ, બીપીનભાઈ માહલા ધર્મેશભાઈ અને વિનુભાઈ દ્વારા કરવામાં આવ્યું અને તમામ બાળકો અને રેલીના તમામ વ્યક્તિને તેમના દ્વારા નાસ્તો,પાણી, એનર્જી ડ્રીંક આપવામાં આવ્યું .ત્યાર બાદ વાંસદા BRC હેમંત પટેલ અને C.R.C લિમઝર ભરતભાઈ પણ આ રેલીમાં સુખાબારીથી જોડાઈ રેલીનું સમાપન કર્યું હતું.
આ સમગ્ર રેલીનું આયોજન શાળાના આચાર્ય શ્રી હેમંતકુમાર પટેલ, રન ફોર યુનિટીના સભ્યો, નીલેશ ભાગરિયા, જયદીપ થોરાટ, દિવ્યેશ થોરાટ, મિતુલ ભાગરીયા, અનિકેત, પરેશ ગાંવિત, પ્રફુલ ગાંવિત, વિક્રમભાઈ તેમજ SMC સભ્ય, ગામના ડેપ્યુટી સરપંચ તેમજ બહેજ ગામના રનર્સ દ્વારા કરવામાં આવ્યું હતું આ રેલીમાં કેલીયા પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના 70 થી વધુ બાળકો,રન ફોર યુનિટીના 30 થી વધુ સભ્યો, કેલીયા ગામના 50 થી વધુ ગ્રામજનો તેમજ SMC ના સભ્યો કેલીયા પ્રાથમિક શાળાનો સ્ટાફ તેમજ 30 થી વધુ ગાડીઓ સામેલ થઈ હતી .











