વાંસદા: ગતરોજ આખા ભારતની ગ્રામિણ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં 15 મી ઓગસ્ટને લઈને ધ્વજવંદન અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામની પ્રા. શાળામાં પણ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા દુબળ ફળિયા ગામની પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે દેશની શાન ગણાતા આર્મી જવાન ગામનાં જ રિટાયડ આર્મીમેન જીતેન્દ્રભાઇ લલ્લુભાઈ પટેલનાં હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગામના સરપંચ મહેન્દ્ર પટેલે બાળકોને જણાવ્યું કે આજે જે આપણે આઝાદી ભોગવી રહ્યા છે એના માટે આપણા પૂર્વજોએ પોતાના જીવના બલિદાનો આપ્યા છે એમની કુરબાની ભુલવી ન જોઈએ આજે આ શહીદોને નમન કરી આપણે પણ દેશસેવામાં આપણું મહત્તમ યોગદાન આપવું જોઈએ. આવનારા સમયમાં તમે તમારું બહેતર ભવિષ્ય બનાવી સમાજ અને દેશહિત ને સર્વપરી માની આગળ વધો એવી મારી અભિયાર્થના છે.