વાંસદા: ગતરોજ વાંસદાના સિનિયર પીએસઆઇ જયદીપસિંહ ચાવડા મળેલી બાતમીના આધારે કાવડેજ ગામમાં નાકાબંધી કરી GJ-5-CG-0190 નંબરની મારુતિ ફન્ટીમાંથી 33 હજારનો ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે ચાલકને પકડયો હતો ઝડપી પાડ્યો હતો.
Decision News એ મેળવેલ માહિતી મુજબ મળેલી બાતમીના આધારે વાંસદા પોલીસ દ્વારા વાંસદા – ધરમપુર રોડ પર આવતાં કાવડેજ ગામમાં વોચ રાખી હતી. ત્યારે બાતમી વાળી કાર આવતાં તેની તપાસ કરી તો વ્હિસ્કી અને બિયરની 33,800 હાજર રૂપિયાની 202 બોટલ, 80 હજાર, મોબાઇલ એમ કુલ મળીને 1,19,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઘટનામાં વાંસદા નવતાડના બુટલેગર અજય ઉર્ફે રંગજુ કાસિયાભાઈ ગાવિતની પોલીસે અટક કરી છે. અને આ દારૂ અજય બુટલેગર વાંસદાના વાંગણમાં રહેતા એલિસ કુંવરને આપવાનો હતો એવી વાત બહાર આવી છે. વાંસદા પોલીસે એલિસને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.











