વાંસદા: ‘मेरी मीटृी मेरा देश ‘ અંતર્ગત કેલીયા પ્રા.શાળામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં માતૃ ભૂમી માટે જીવનના પ્રત્યેક ક્ષણને સાચવીને દેશની રક્ષા કાજે જે વીર જવાનો એ બલિદાન આપ્યા હતા તેની યાદગીરીમાં શૈન્ય શિલા ફલક પર પુષ્પ ચડાવી પૂજા કરી શ્રી ફળ વધારીયા હતા. સાથે ઠળશમા માટી મૂકી હતી અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું ગામના દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજી વૃક્ષને સાચવવાની પહેલ કરી હતી

જુઓ વિડીયો..

Decision Newsના આ કાર્યક્રમમાં શાળાના મુ.શિ,શ્રી હેમંતભાઈ પટેલ એ તમામ ગ્રામજનો, SMC સભ્યો ,વાલીગણ તેમજ આરોગ્ય કર્મચારી, આંગણવાડીના બહેનો અને શાળાનો સ્ટાફ,તેમજ સી.આર.સી સાહેબ તથા તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું અને પુષ્પ આપીને પણ સ્વાગત કર્યું હતું. સાથે જ ગામના સરપંચ શ્રીમતી રાધાબેન ગાવિતએ ધ્વજ ફરકાવ્યો હતો ગામના રીટાયર BSF જવાન બિપીનભાઈ થોરાટએ પ્રસંગ અનુરૂપ પ્રવચન કર્યું હતું ગામના સેનામાંથી રીટાયર્ડ થયેલ હતા તેમનું શાલ ઓઢાવું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

શાળાના બાળકોએ મારી માટી, મારો દેશ અંતર્ગત ફોટો સેલ્ફી પણ લીધી હતી. આ પ્રસંગે રંગોળી સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. ત્યારબાદ વાલી મીટીંગ કરી શિક્ષણમાં ગુણવતા કઈ રીતે લાવી શકાય તેની CRC સાહેબની અધ્યક્ષતામાં ચર્ચા કરવામાં આવી હતી.