ચીખલી: એક દિવસ પહેલાં ચીખલી તાલુકાના ચિતાલી ગામમાં મુખ્ય માર્ગ પર જોગવાડ એક દારુ ભરેલી કારનો અકસ્માત થતા જ સ્થાનિક લોકોએ દારૂની લૂંટ ચલાવતા હોવાનો વીડિયો વહેતો થતાં જ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના ચિતાલી ગામમાં મુખ્ય માર્ગ પર ફોર્ચ્યુનર કાર નં. GJ-15-CF-1371 એ ઇકો ગાડી અકસ્માત બાદ કારમાંથી લોકો દારૂની લૂંટ ચલાવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાંથી ફોર્ચ્યુનર કારમાંથી પોલીસ દ્વારા રૂ. 84 હજારનો દારૂનો જથ્થો કબજે કરી કારચાલક સામે ગુના નોંધી આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટના સ્થળ પર ફોર્ચ્યુનર કારમાંથી લોકોએ દારૂની લૂંટ ચલાવતા હતા ત્યારે અમુક વ્યક્તિઓ આખી દારૂની પેટી જ્યારે અમુક સિંગલ બોટલો ઉઠાવીને ભાગતા જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ધોરણે પોહચી ગઈ હતી.











