વાંસદા: પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુરના બાળકોએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા આયોજિત વસુધૈવ કુટુમ્બકમ થીમ અંતર્ગત કલા ઉત્સવમાં SVS કક્ષાની વિવિધ સ્પર્ધામાં પોતાની કલા કુશળતા બતાવી ફરી એક વખત તાલુકામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે નવસારીમાં યોજાયેલા આ કલા ઉત્સવની ગાયન સ્પર્ધામાં પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુરમાં અભ્યાસ કરતી રાઉત ભાવિકા પ્રથમ ક્રમે ચિત્ર સ્પર્ધા ઉ. મા.વિભાગમાં ગાંવિત દિવ્યાની પ્રથમ ક્રમે, મા.વિભાગમાં પવાર પ્રિયા ત્રીજા ક્રમે તથા લોકવાદ્યમાં સેલવિન બીજા ક્રમે રહી શાળા પરિવારનું નામ ગૌરવ વધાર્યું છે.

વિજેતા તમામ સ્પર્ધકો અને તૈયાર કરાવનાર શિક્ષક મિત્રો વિલાસબેન, ડી.કે. બીરારી, કુંજાબેન, રોશનીબેન, અંજનાબેન, નીકુંજભાઇ, એસ એન.પી ને શાળાના આચાર્યશ્રી આર. જે થોરાત  તથા ટ્રસ્ટીશ્રીઓ દ્વારા અભિનંદન આપી જિલ્લામાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી હતી.