કપરાડા: 9 મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુથારપાડા ખાતે જય આદિવાસી મહાંસઘ સુથારપાડા તથા ગ્રામજનો તેમજ આજુ બાજુના ગામના આદિવાસી વિચારધારા વાળા આગેવાનોએ સુથારપાડામાં વીર બિરસામુંડા સર્કલ જાહેર કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

Decision News ને મળેલી માહિતી અનુસાર આ સર્કલનું ઉદ્દઘાટન સુથારપાડા ગામના વડીલ વ્યક્તિઓ, ચેંદરભાઈ જાદવ, મોન્ડે બાબા, અમરતભાઈ ગાયકવાડ સુથારપાડાના પૂર્વ સરપંચશ્રી હરિભાઈ ગુંબાડે તથા વડીલ આગેવાનો દ્વારા બિરસા મુંડાના ફોટાને હાર દોરા પહેરાવી પુજા વિધિ કરવામાં આવી, ત્યાર બાદ જય આદિવાસી મહાસંઘ કપરાડાના પૂર્વ પ્રમુખ ભાસ્કરભાઈ શિંગાડે એ કાર્યક્રમનું સંચાલન કર્યું તથા કાર્યક્રમ વિશે માહિતી આપી, તેમજ સુથારપાડા ગામના આગેવાનો ચેતનભાઈ, દશરથભાઈ, રાજેશભાઈ ગુંબાડે એ કાર્યક્રમના અનુસંધાને વક્તવ્ય આપ્યું હતું.

આ પ્રસંગે આદિવાસી વિચારધારા ધરાવતા આગેવાનો માહદુભાઈ રાઉત, ભાસ્કરભાઈ ફોદાર, શંકરભાઈ ખુરકુટે, મનુભાઈ જાદવએ આદીવાસી દિનનું મહત્વ તથા બીરસા મુંડાના જીવન પરિચય વિશે જાણકારી પૂરી પાડી. તથા આ કાર્યક્રમમાં ઉપસ્થિત હરેશભાઈ પટેલ, વિજયભાઈ, સુથારપાડા સરપંચ શ્રી, તેમજ સુરેશભાઈ કામડી, ધનસુખભાઈ કડું, ચિંતાભાઈ દળવી, મહેશ વળવી, માહદુભાઇ ગાયકવાડ, સદુભાઈ ખુરકૂટે વિરક્સેત સરપંચ, કાંતુભાઈ સરનાયક, સુનીલ ગુંબાડે, યુવરાજ જાદવ, કાશીનાથ સાહલે તથા સુથારપાડા ગામના જાગૃત યુવકો તથા તેમની ટીમ, તેમજ આજુબાજુના ગામથી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સમર્થન આપ્યું.