રાજપીપળા: ગતરોજ રાજપીપળામાં ખાતે ૭૪ માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા ના અધ્યક્ષસ્થાને થઈ જેમાં નવા રાજુવડિયા ખાતે “પંચવટીકા વિકાસ કેન્દ્ર” તથા નિકોલી ખાતે “પવિત્ર ઉપવન” નું ઇ – લોકાર્પણ કર્યું, વૃક્ષારોપણ કરી, વૃક્ષ રથને ‘હરિયાળી ઝંડી’ આપી પ્રસ્થાન કરાવ્યું અને લાભાર્થીઓને સહાયની કીટ વિતરણ કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ખેડૂત લાભાર્થીઓને તેઓના ખેતરમાં નર્સરી ઉછેર માટે સામાજિક વિકરણ વિભાગ દ્વારા ચાલતા પ્રોગ્રામ અંતર્ગત DCP અને SHG ગૃપ નર્સરી ના 64 લાભાર્થીઓને 8.40 લાખ રોપા વન મહોત્સવ હેઠળ ઉછેર કરતા કુલ 28.80 લાખની રકમ ચૂકવાઈ આવી રહી છે. જે સંદર્ભે 4 લાભાર્થીઓને પ્રતીકાત્મક રૂપે મંચ પરથી ચેક વિતરણ કરાયો હતો.

આ પ્રસંગે સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ, શ્રી ચૈતરભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ પટેલ, અગ્રમુખ્ય વનસંરક્ષકશ્રી એન. શ્રીવાસ્તવ, નાયબ વન સંરક્ષક વનીકરણ શ્રી મિતેશ પટેલ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, અન્ય આગેવાનશ્રીઓ અને મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા.