ડાંગ: આજરોજ તારીખ 5 ઓગસ્ટ 2023 ના રોજ સામાજિક આગેવાન સ્નેહલભાઈ રામુભાઈ ઠાકરે તેમજ સામાજિક આગેવાન મનીષભાઈ મારકણાની આગેવાનીમાં વનબંધુ શબ્દ હટાવવા તેમજ આદિવાસી સમાજની માફી માંગવા બાબતે ડાંગ જિલ્લા કલેક્ટર સાહેબ મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રતજીને આવેદન પત્ર આપવામાં આવ્યુ

Decision News ને મળેલી માહિતી મુજબ 2/08/2023 ના રોજ ગુજરાત ઇન્ફોરમેશન ના ફેસબુક પેઝ પર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના ફોટા સાથે 9મી ઓગસ્ટ આદિવાસી દિવસની ઉજવણીની એક પોસ્ટ શેર કરવામાં આવેલ છે જેમાં વનબંધુ પંથક એવુ લખવામાં આવેલ છે. જેથી આદિવાસી સમાજની લાગણી દુભાય છે. તો તે શબ્દને તાત્કાલિક હટાવવા તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી આદિવાસી સમાજની માફી માંગે અને બંધારણમાં આદિવાસીઓ માટે મૂળ નિવાસી તેમજ આદિવાસી શબ્દ પ્રયોજય છે. કેટલા નેતાઓ અને સરકારી આધિકારીઓ અને કેટલાક સ્થાપિત હિતો દ્વારા આદિવાસી શબ્દના પર્યાય તરીકે અને નિવેદનો દ્વારા વનવાસી, વનબંધુ શબ્દો નું ખોટું અર્થઘટન કરી આદિવાસીઓના બંધારણીય આધિકારોનું હસ્તાતરણ કરવાનું ષડયંત્ર ચાલવાય રહ્યું છે.

જે આગામી સમયમાં સંઘર્ષનું સ્વરૂપ નિર્માણ કરી શકે તેમ છે. વર્ગભેદ અને વર્ગ-વિગ્રહ નિર્માણ કરવા માટેના આવા શબ્દોના પ્રયોગથી રાજ્યની શાન્તિ અને સલામતી માટે પડકાર રૂપ બંને તે પહેલા આ અંગે પુન:વિચારણા કરી વનબંધુના બદલે આદિવાસી શબ્દ પ્રયોગજ સાર્થક થાય તેમ છે. આ અંગે જરૂરી આદેશો અને સૂચના આપવા આપને મારી તેમજ આદિવાસી સમાજની લાગણી અને સૂચન અને ભલામણ છે, જો આ શબ્દોને તાત્કાલિક હટાવવામાં નહિ આવે તો મુખ્યમંત્રીશ્રી ના તમામ કાર્યક્રમનો અમો વિરોધ કરીશું અને જે કઈ પણ ઘટના ઘટે તો એની જવાબદારી આપશ્રીની રહશે