સાગબારા: ગતરોજ ભરૂચ સાંસદ મનસુખ વસાવા દ્વારા કલેક્ટર શ્રી નર્મદા ને પત્ર લખી ને જણાવેલ કે આપ પાર્ટી ના દેડિયાપાડા ના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા ના કહેવા થી અધિકારીઓ સાગબારા તાલુકા ના સેલંબામા વેપાર ધંધો કરતા લોકો ને ડરાવી ધમકાવીને હાટાવી રહ્યા છે અને ચૈતર વસાવા અરાજકતા ફેલાવી રહ્યા હોવા ના ગંભીર આરોપ લગાવેલ હતા ત્યારે આજે ચૈતર વસાવા એ સ્થાનિક વેપારીઓ અને અધિકારીઓ સાથે સેલંબા ખાતે બેઠક કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં..  

1 . નેશનલ હાઇવે થી સેલંબા નવાગામ જાવલી ના રોડ જે હયાત ૩.૭૫ મી.છે તેને ૫.૫૦ મી.ની પોહળાઈ કરી બજાર માં આર સી સી થી બનાવવામાં આવે તેવી વેપારીઓ દ્વારા રજુઆત કરવામાં આવી.

2. ટ્રાફિક અને પાર્કિંગ ની સમસ્યાઓ ના નિવારણ માટે વેપારીઓ સ્વયં સહકાર આપવાની ધારાસભ્ય શ્રી એ અપીલ કરી
3. ગામડાઓ માંથી આવતા લોકો માટે પ્રાથમિક સુવિધાઓમાં શોચાલય અને પીવાના પાણી ની સુવિધા ઓ ઊભી કરવાની ગ્રામ પંચાયત ને જણાવવા માં આવ્યું.
4. સેલંબા નવા હાટ બજાર ની વ્યવસ્થા જેવી બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
5. સેલંબા બજાર ના ૭૪૪ જેટલા બિન અધિકૃત બાંધકામો ને રેગ્યુલાઇઝ કરવા માટે ઘટતું કરવા સિટી સર્વેને જણાવવામાં આવ્યું.

આ પ્રસંગે સેલંબા વેપારી મંડળ ના પ્રમુખ- ઉપ પ્રમુખ,માર્ગમકાન વિભાગ તથા ડી એલ આર એ વિભાગના અધિકારીઓ તલાટી કમ મંત્રી તથા વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.