વાંસદા: પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા કલા ઉત્સવમાં વસુધૈવ કુટુમ્બકમ થીમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી.જેમાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ માધ્યમિક વિભાગમાં ગાયન સ્પર્ધામાં રાઉત ભાવિકા પ્રથમ, વાદન વિભાગમાં સોળે ભાગ્યેશ પ્રથમ, બાળકવિ સ્પર્ધામાં થોરાટ જી પ્રથમ, ચિત્ર સ્પર્ધામાં પવાર પ્રિયા પ્રથમ ક્રમે રહ્યા હતા. ઉ.માધ્યમિક વિભાગ ગાયન સ્પર્ધામાં બાગુલ વંદના પ્રથમ, ચિત્ર સ્પર્ધામાં ગાંવિત દિવ્યાની પ્રથમ, વાદનમાં તુમડા સેલવીન પ્રથમ, બાળકવિમાં ગાંગોડા નિકિતા પ્રથમ ક્રમે રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોશનીબેન તથા તમામ બાળકોને વિલાસબેન, અંજનાબેન, શૈલેષભાઈ, જયશ્રીબેન, કુંજાબેન, ડી.કે. બિરારી અને અખ્તરભાઈએ વ્યવસ્થિત તૈયારી કરાવી ઉત્કૃષ્ટ દેખાવ માટે યોગદાન આપવા બદલ શાળાના આચાર્ય શ્રી આર.જે થોરાતે અભિનંદન આપી આગળ એસ.વી.એસ કક્ષાની સ્પર્ધામાં પણ આજ ઉત્સાહ અને લગનથી આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી હતી.

