કપરાડા: આજરોજ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના ઉપસ્થિતિમાં કપરાડા તાલુકાના વન મહોત્સવનું આયોજન માંડવા મોડેલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ખેડૂતોને વિના મૂલ્યે આંબાની કલમો ભેટમાં આપવામાં આવી હતી.
Decision News ને મળેલી વિગતો મુજબ કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરીની ઉપસ્થિતિ વચ્ચે માંડવા મોડેલ સ્કૂલમાં ઉજવાયેલા મહોત્સવમાં સ્થાનિક ખેડૂતોને વિના મૂલ્યે આંબાની કલમો આપ્યા બાદ ધારાસભ્યએ જણાવ્યું કે વૃક્ષો ઘટવા પાછળ આપણા સૌની બેદરકારી છે, આપણે વૃક્ષોરોપણ તો ખુબ કરીએ છીએ પણ તેનું જતન અતિ મહત્વનું છે જે આપણે કરતાં નથી. તેમણે વધુમાં કહ્યું કે પાણીનો સંગ્રહ કરવો સમયની જરૂરિયાત છે. ત્યાર બાદ સામાજિક વનીકરણ ના આર.એફ.ઓ ભૂમિકા પટેલે જણાવ્યું કે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો અતિ મહત્વના છે, આપણા સૌની ફરજ છે, વૃક્ષ વાવેતર માટે અભિયાન ચલાવીએ. જ્યારે માંડવા મોડેલ સ્કુલની વિદ્યાર્થીનીએ વૃક્ષોનું મહત્વ અને જરૂરિયાત સમજાવી હતી. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ આચાર્ય રસિકા બેન. દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચોધરી, કપરાડા તાલુકા પ્રમુખ મોહનભાઈ ગરેલ, જિલ્લા પંચાયતન સભ્ય દક્ષાબેન ગાયકવાડ, તાલુકા બીજેપી પ્રમુખ રમેશભાઇ ગાવિત, મહામંત્રી શૈલેષભાઇ તુમડા, યુવક બોર્ડના સંયોજકના કિરણ ભોયા, દિવ્યેશ રાઉત, નિમેષ ગાવિત, આગેવાન ચેદરભાઇ ગાયકવાડ તથા ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

