વાંસદા: નશો માત્ર વ્યક્તિને બરબાદ નથી કરતો, વ્યક્તિના કુટુંબ, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રને પણ બરબાદ કરે છે. ત્યારે વાંસદા તાલુકાના શહેરી અને ગામડાના આદિવાસી યુવાનો ગુટખા કે દારૂથી આગળ વધીને ગાંજોનો નશો કરવા સુધી પોહચી ગયાની ફરિયાદો ઉઠી રહી છે.
વાંસદા તાલુકાના શેહરોમાં અને ગામડાઓમાં આવેલી અમુક કરિયાણાની દુકાનમાં દુકાનદારો ગાંજાનું વેચાણ કરી રહ્યા છે. હોવાનું લોકો જણાવી રહ્યા છે પણ તેમના પર કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યા નથી અને જે લોકો આ દુકાનદારો વિષે વાત કરે છે તેમના પર દબાણ ઉભું કરવામાં આવતું હોવાનું પણ લોકો કહે છે. છેલ્લા એક જ વર્ષમાં ગામડાના આદિવાસી યુવાનોને આ ગાંજાના રવાડે ચડાવનાર દુકાનદારો કેમ પકડતા નથી. શું પોલીસ પણ જણાતી હોવા છતાં અજાણ બનવાની કોશિશ તો નથી કરી રહી.. સ્થાનિક પ્રશાસનનો હોદ્દેદારોએ પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએનું લોકો ચર્ચા કરી રહ્યા છે.
આ દૂષણને જો ગંભીરતાથી નહીં લેવાય તો વાંસદા શહેરનું દૂષણ મટીને ગામડાના ઘર ઘરનું થઈ જશે. આ બાબતે નશાબંધી ખાતા, પોલીસ ખાતાએ ગાંજાને નાથવાની કામગીરી બાબતને ગંભીરતાથી વિચારવાની જરૂર ખરી કે નહીં ? અને માતા-પિતાએ પણ પોતાના દીકારોને વધારે પડતી છૂટ ન આપી, એના દોસ્તો કોણ છે? એ ક્યાં જાય છે? એ ફોન પર શું જુએ છે? એ બાબતે મા-બાપનું ધ્યાન આપવું જોઈએ. આપણા આદિવાસી યુવાધનને આ અંધારિયા રસ્તે જતાં અટકાવવા કે પાછું લાવવા આપણે સામૂહિક પ્રયત્નો કરવા જ પડશે.

